fbpx

યુથ પાર્લામેન્ટ ૨૦૨૩ નુ નહેરૂ યુવા કેન્દ્ર, પાટણ દ્વારા આયોજન કરાયું..

Date:

પાટણ તા. 28
નહેરુ યુવા કેન્દ્ર, પાટણ દ્વારા શનિવારે નેશનલ યુથ પાર્લામેન્ટ ૨૦૨૩ નું આયોજન શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણના યજમાન પદે કરવામાં આવ્યું હતું જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાંથી ૫૦ થી વધુ યુવા-યુવતી ઓએ નોંધણી કરાવી હતી અને ૩૦ થી વધુ યુવા-યુવતીઓ ગુગલ મીટના માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા.
નેહરુ યુવા કેન્દ્ર, પાટણ દ્વારા દર વર્ષે નેશનલ યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવે છે જેમાં 18 થી 25 વર્ષના યુવકો ભાગ લે છે. તેઓ પાર્લામેન્ટમાં કઈ રીતે ચર્ચા થતી હોય છે તેનું એક મોક પાર્લામેન્ટ જેવું આયોજન કરવામાં આવે છે.

પ્રતીભાગી યુવાઓએ સોશ્યલ મીડીયાના ઉપયોગો, આરોગ્ય વિષયક સેવાઓ, રોજગારી ને લગતા પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. ખાસ કરીને જિલ્લા યુવા સંસદ માટેના વિષયોમાં આરોગ્ય સુખાકારી રમતગમત એજન્ડા ફોર યુથ, કૌશલ્ય વિકાસ યુવાનોને સશક્ત કરવાની ચાવી, સોશિયલ મીડિયા યુવા પરી પ્રેક્ષ જેવા મુદ્દાઓ આવરી લેવા માં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ યુવક અને યુવતીઓએ પોતપોતાના વિચારો રજૂ કર્યા તેમજ સૌથી વધુ સોશિયલ મીડિયાના જે પાસાઓ છે એના ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા ના ફાયદા ગેરફાયદા ઉપર ખૂબ જ ગહન ચર્ચા કરવામાં આવી હતી જે યુવાનો યુવતીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા સ્કીલ ડેવલોપમેન્ટ વિષય ઉપર પણ એમને રજૂઆત કરી હતી સાથે સાથે પર્યાવરણને લગતો વિષય છે એ ઉપરાંત ગ્રીન કોરિડોર સહિત અંગદાન વિષય પર પણ રજૂઆતો થઈ હતી.

સમગ્ર આયોજન શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણના પ્રધ્યાપક ડૉ.આશુતોષ પાઠકના માર્ગદર્શન હેઠળ થયું હતું જેમાં જજ તરીકે પાટણ ભાજપ વોર્ડ નંબર એકના મનોજભાઈ પટેલ, પાટણ મ્યુઝિયમના ક્યુરેટર મહેન્દ્રસિંહ સુરેલા તેમજ જી.એસ.ટી.વીના પત્રકાર અલ્કેશ પંડ્યા તેમજ કોલેજના અર્થશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડૉ. ભરત ચૌધરીએ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી.

આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર થયું હતું. કાર્યક્રમને ખુલ્લો મુકતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લલિત પટેલે યુવાઓને પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું . કાર્યક્રમ ના મુખ્ય આયોજક નહેરૂ યુવા કેન્દ્ર, પાટણ ના જીલ્લા યુવા વિકાસ અધિકારી ભૂષણભાઈ પાટીલ હતા.જ્યારે યુવાઓ થકી પ્રતિભાવો તેમજ નિર્ણાયકો દ્વારા પણ યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઓનલાઇન કાર્યક્રમ મા પ્રતિભાગીઓને ગુણ આપવામા આવ્યા હતા. અને એને એમાંથી જે પરિણામો આવશે તે એકાદ બે દિવસમાં જાહેર કરવામાં આવશે. અને આ યુવાનો ને પાર્લામેન્ટ- સંસદમાં કેવી રીતે કાર્યવાહી ચાલે છે તેમજ સંસદ શું છે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું..

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું.. ~ #369News

પાટણ નગર દેવી કાલીકા માતાજી મંદિરે મંગળવારથી ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ..

પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવારમાં નિકળતા એક માસના ચૈત્રી ગરબા નો...

પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર નું આગેવાનો દ્વારા સન્માન કરાયું..

પાટણ તા. 10પાટણ નગરપાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ હિરલબેન...