પાટણ તા. 27
સુપ્રીમ કોર્ટમાં હાલમાં સમલૈંગિક યુગલ દ્વારા ભારતમાં રહેતા સમલૈંગિક યુગલો વચ્ચે લગ્ન બાબતે કાનૂની માન્યતા આપવા બાબતે તથા કાનૂની રાહે માન્યતા મેળવવા માટે કોર્ટ આવા લગ્નને કાનૂની ગણવા માટે ચુકાદાની રાહ જોવાઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કેટલાક અગત્યના મુદ્દાઓને લઈને સામાજિક, ધાર્મિક અને ન્યાયિક દ્રષ્ટિએ વર્તમાન સરકારને ધ્યાને લાવવા પાટણ નગરની જાગૃત મહિલાઓ દ્વારા ગુરૂવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર મા તેઓએ જણાવ્યું હતું કે લગ્ન સંસ્કાર, ભારતીય સંસ્કૃતિમાં પરિવારની સંકલ્પના, સ્ત્રી પુરુષ બંને પાત્રો સૃષ્ટિના રચનાત્મક કાર્ય ને આગળ વધારનાર પાત્રો છે .આવી શ્રેષ્ઠ વિચારધારા ધરાવતા પવિત્ર ભારત દેશમાં જ્યારે સમલૈંગિક (સેમ સેક્સ મેરજ) ને જો કાનૂની મંજૂરી મેળવી આવી વિકૃત માનસિકતા ને જો માન્યતા મળે તો ભારતીય સંસ્કૃતિ અને તેને આપેલ 16 સંસ્કારો પૈકીના લગ્ન સંસ્કાર નાશ પામશે. કુટુંબ વ્યવસ્થા ખલાસ થઈ જશે .ઉપરાંત તબીબી પુરાવા મુજબ હોમોસેક્સ્યુઅલ સમાજમાં માન્યતા આપવાથી સમલૈંગિકો નાની ઉંમરમાં નકારાત્મકતા, શારીરિક નબળાઈ, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે પાયમાલ થઈ જશે. તેમજ સામાજિક વ્યવસ્થા પણ નષ્ટ પામશે.
ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આવનાર સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર શ્રેષ્ઠ આપણા સૌનું ભારત આવા સમલૈંગિક લગ્નને માન્યતા ન મળે એ હેતુથી પાટણ નગર ની જાગૃત મહિલાઓ જેમાં અગ્રણી સંસ્થાના હોદ્દેદાર બહેનો ,વિવિધ સમાજની બહેનો, મહિલા વકીલો, ડોક્ટરો, શિક્ષિકાઓ , ગૃહિણી બહેનો, અભ્યાસ કરતી યુવતીઓ તમામ વર્ગની બહેનો એ સાથે રહી સમાજ જાગૃતિ કરી જન સંપર્ક દ્વારા લગભગ 900 થી 1000 જેટલી મહિલાઓનો વ્યક્તિગત સંપર્ક કરી તેમને આ વિષયથી અવગત કરી તેમનો મત પૂછી જેઓ તમામ આ કાયદાની વિરુદ્ધ માં મત દર્શાવે છે. અને તેમનો આ વિરોધ આવેદનપત્ર સ્વરૂપે કલેક્ટર ઓફિસમાં 50 થી 60 જેટલી બહેનોએ ઉપસ્થિત રહી આપ્યું હતું. અને આ વિષયમાં યોગ્ય રીતે નિર્ણય લેવાય એવી લાગણી સાથે માગણી વ્યક્ત કરી હતી.