fbpx

પાટણ જનતા હોસ્પિટલ સામે માનવતાની દિવાલ પાસેથી બીનવારસી ભિક્ષુકની લાશ મળી…

Date:

પાટણ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા બીનવારસી ભિક્ષુકની લાશને પીએમ અર્થે ખસેડાઈ…

અસહ્ય ઠંડીના કારણે મોત થયું હોવાનું પોલીસ દ્વારા અનુમાન..

પાટણ તા. 29
પાટણ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે આવી કડકડતી ઠંડીમાં પાટણ શહેરના રેલ્વે ગરનાળા નજીક જનતા હોસ્પિટલ સામે આવેલ માનવતાની દિવાલ પાસે એક અજાણ્યા ભિક્ષુક નુ ઠંડી થી ઠુંઠવાઈ ને મોત થયું હોવાની આશંકા સાથે પોલીસે લાશનું પંચનામું કરી આગળ ની તજવીજ હાથ ધરી છે.

આ બાબતે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક આવેલ માનવતા ની દિવાલ પાસે એક અજાણ્યા ભિક્ષુકની કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈ કુદરતી અને આકસ્મિક રીતે મોત થયું હોવાની જાણ પાટણના સેવાભાવી વ્યક્તિ ભુપેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોસ્વામીને થતા તેઓ દ્વારા પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આ અજાણ્યા ભિક્ષુક ની બિનવારસી મૃતની લાશ અંગે જાણ કરાતા પાટણ શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પંચનામું કરી મૃતક ની લાશનો કબજો મેળવી પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બિનવારસી લાશના પરિવારજનો ની ભાળ ન મળે ત્યાં સુધી લાશને સિધ્ધપુર ખાતે ની સરકારી સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર શહેર સહિત તાલુકા વિસ્તારમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

જિલ્લાના અધિકારી પદાધિકારી સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી...

સંગીત ની પ્રારંભિક પરીક્ષામાં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના તમામ વિદ્યાર્થીઓએ ઉતિર્ણ થઈ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું…

સંગીત ની પ્રારંભિક પરીક્ષામાં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના તમામ વિદ્યાર્થીઓએ ઉતિર્ણ થઈ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું… ~ #369News

પાટણ યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને સુવિધાથી લોકો ને માહિતગાર કરવા માટે યુનિવર્સિટી આપના દ્વારે’’ કાર્યક્રમ યોજાશે…

યુનિવર્સિટી અધ્યાપકો યુનિવર્સિટી સંલગ્ન પાચ જિલ્લાની વિવિધ કૉલેજોમાં પહોંચી...