fbpx

મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ ની શુભેચ્છા મુલાકાત લેતા કે.સી.પટેલ અને તેમના ધર્મપત્ની..

Date:

ગુજરાત ભાજપના સંગઠનમાં સાથે કરેલા કાર્યોને વાગોળી જૂની યાદો તાજા કરી..

કે સી પટેલ અને તેમના ધર્મ પત્નીને મહામહિમ રાજ્યપાલે મીઠો આવકાર આપી આવકાર્યા..

પાટણ તા.30
ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં અનેક પદભાર સંભાળનાર અને છેલ્લે પૂવૅ વન અને પયૉવરણ મંત્રી ની જવાબદારી વહન કરનાર ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રખર આગેવાન નવસારી ના વતની તેમજ હાલમાં મધ્ય પ્રદેશના મહામહિમ રાજયપાલ પદે જવાબદારી સંભાળી રહેલા મંગુભાઈ પટેલ ની તેમના નિકટના હિતેચ્છુ અને પાટણના પનોતા પુત્ર તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ અને તેમના ધમૅપત્નિ એ રવિવારે મધ્ય પ્રદેશ ખાતે રાજયપાલ ની ઓફિસે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મધ્ય પ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત દરમિયાન કે.સી.પટેલે તેઓના ખબર અંતર જાણી ગુજરાત ભાજપના સંગઠનમાં સાથે કરેલા જુના કાર્યોને વાગોળી જૂની યાદોને તાજા કરી હતી. મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલે પણ કે.સી.પટેલ અને તેમના ધર્મ પત્નીની શુભેચ્છા મુલાકાત સમયે મીઠો આવકાર આપી આવકાર્યા હતા અને તેઓની આ શુભેચ્છા મુલાકાત ને યાદગાર લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરતા મુખ્યમંત્રી..

વિકસિત ભારત-વિકસિત ગુજરાત નારીશક્તિ વંદના ઉત્સવમાં ૧૩ હજારથી વધુ...

રાધનપુર ખાતે યોજાનારજિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ..

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે.. ધ્વજવંદન કાર્યક્રમની...

પાટણની સૌપ્રથમ સીબીએસઈ માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ માં પ્રવેશોત્સવનું આયોજન કરાયું..

પાટણની સૌપ્રથમ સીબીએસઈ માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ માં પ્રવેશોત્સવનું આયોજન કરાયું.. ~ #369News