મામેરા માં 3 મુગટ, 3 સેટ, 16 શણગાર,રૂ.1.71 લાખ રોકડા,750 ગ્રામ ચાંદી,રેશમી વસ્ત્રો સહિત ની વસ્તુઓ મુકાશે..
તા. 18 મી એ યજમાન પરિવાર ના નિવાસ સ્થાને મામેરૂ પાથરવામાં આવશે અને તા. 19 મી વાજતે ગાજતે મામેરૂ નિજ મંદિરે લવાશે..
પાટણ તા. 8
સમગ્ર ભારત ભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ ની ભગવાન જગન્નાથજીની આગામી તારીખ 20 જૂનના રોજ 141મી રથયાત્રા નીકળનાર છે.જે રથયાત્રાને સાંગો પાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણ શહેરના ભગવાન જગન્નાથજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે ભગવાન જગન્નાથ જી ની 141મી રથયાત્રાને અનુલક્ષીને તારીખ 18 જૂન ના રોજ ભગવાન ના મામેરાનો લાભ લેનાર યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલ ના ભગવતી નગર ખાતેના નિવાસ્થાને ભગવાન નું મામેરુ લોક દર્શનાર્થે પાથરવામાં આવશે.
આ મામેરામા 3 મુગટ, 3 સેટ, સોળ શણગાર, રૂ.1.71 લાખ રોકડ, 750 ગ્રામ ચાંદી, રેશમી કપડાં, પીતાંબર સહિતનું ભગવાનનું મામેરુ ભરાશે. જે મામેરૂ તા. 19 જુનના રોજ યજમાન પરિવાર એવા મયંક ભાઇ રમેશ ભાઈ પટેલના ભગવતી નગર ખાતેના નિવાસસ્થાને થી સાંજે 5:00 કલાકે વાજતે ગાજતે સણગારેલી બગીમાં મામેરું નીકળશે. અને શહેરના બગવાડા દરવાજા, હિગળાચાચર થઈ ને ભગવાન જગન્નાથજી ના મંદિર ખાતે આવશે જયાં મામેરાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ઉપસ્થિત ભક્તો દ્વારા ભવ્ય સામૈયુ કરાશે. પાટણ ખાતે આયોજિત કરાયેલ ભગવાન શ્રી જગન્નાથજીની 141મી રથયાત્રા ના મામેરા સહિત વિષ્ણુયાગ તેમજ અન્ય આયોજિત ધાર્મિક પ્રસંગનો લાભ લેવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ યશપાલ સ્વામી