એક સાથે એક હજાર થી વધુ લોકોએ ઓફ લાઈન અને ઓનલાઇન પાંચ મિનિટ ના ગીત ના તાલે સંગીત, યોગ, ચિત્ર,ડાન્સ, ગાંધીડ્રેસ કોડમાં ભાગ લીધો…
ભારતભરમાં સૌપ્રથમવાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સાંસ્કૃતિક કલારૂપે મહાશ્રદ્ધાંજલિ અર્પતી કરાઈ.
ભાગ લેનારને સ્પધૅકો ને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ અને મેડલ અપાયા.
પાટણ તા. 30
પાટણની જાણીતી સંગીત સંસ્થા હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલય અને અમદાવાદ ની રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સહયોગથી મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિતે પાટણ કોલેજ ગ્રાઉંનડ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સાંસ્કૃતિક કલારુપે મહા શ્રદ્ધાંજલિ અર્પતો ” મહાત્મા ગાંધી ફેસ્ટિવલ કાર્યક્રમ પ્રખર ગાંધીવાદી પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ ની ઉપસ્થિતમાં આયોજિત કરમાંમમાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે પાટણના ધારાસભ્ય ડૉ. કીરીટભાઈ પટેલ, યુનિવર્સિટી ના કાયૅક્રમ કુલપતિ ડૉ.રોહિતભાઈ દેસાઈ,પાવનભાઈ સોલંકી પ્રમુખ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા, આટૅસ કોલેજ પ્રિન્સિપાલ ડો.લલિત ભાઈ પટેલ, સ્નેહલભાઈ પટેલ, અશોકભાઈ વ્યાસ સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યકામ ને ખુલ્લો મુકયો હતો.
આ ફેસ્ટિવલ ભારતભરમાં સૌ પ્રથમવાર યોજાઇ રહ્યો હોવાથી વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા આ ફેસ્ટિવલને વર્લ્ડ રેકોર્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. આ મહા ફેસ્ટિવલમાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યો જેવાકે ઉત્તરપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક વગેરે રાજ્યો માંથી ઑન લાઈન 200 અને પાટણ જિલ્લા માંથી 1300 થી વધુ સ્પધૅકોના રજીસ્ટ્રેશન થયા હતા.જેમાં 200 જેટલા લોકો ઑનલાઈન જોડાયા હતા. આ ફેસ્ટિવલ ઓન લાઈન અને ઓફલાઇન બંને પ્રકારે યોજવામાં આવ્યો હતો.
આ ફેસ્ટિવલમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ડો.સમ્યક પારેખ દ્વારા 5 મિનિટ ના એક નવીન ગાંધી ગીતની રચના કરવામાં આવી હતી અને સિંગિંગ કેટેગરીમાં ભાગ લેનાર સમૂહમાં આ ગાંધી ગીતનું ગાન સાથે ડાન્સ માં ભાગ લેનાર એ જ ગીત ઉપર એક નિશ્ચિત ડાન્સ રજૂ કરાયો હતો. તો ,ચિત્ર કેટેગરી માં રહેલા સ્પધૅકો દ્રારા મહાત્મા ગાંધી સંબંધિત ચિત્રની રચના કરાઈ હતી અને ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા યોગ દ્વારા પ્રાણાયામ અને વિવિધ આસનો કરવામાં આવ્યા હતા.
આ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા આયોજકો ને સર્ટિફિકેટ પ્રમાણિત વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ના પવન સોલંકીએ અર્પણ કર્યાં હતાં. તો ભાગ લેનાર ને મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. પાટણમાં સૌ પ્રથમવાર કલા અને સંસ્કૃતિના ચાહકો, જ્ઞાનીઓ અને કલાકારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીને મહા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં પહેલા દેશ ભક્તિ ગીત રજુ કરાયા હતા આ મહા ફેસ્ટિવલમાં હ્રીં ધ્વનિ સંગીત મહા વિદ્યાલય ના સંચાલક ડો.સમ્યક પારેખ, રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સના ડાયરેક્ટર નરેશ પટેલ, ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ સ્નેહલભાઈ પટેલ, ઉપપ્રમુખ અશોકભાઇ વ્યાસ સહિત ના ટ્રસ્ટીઓ ડો.જિતેન્દ્ર પંચોલી, ગાંધી ફેસ્ટિવલના કમિટી મેમ્બર વિજય ભાવસાર, અશ્વિનભાઈ નાયક, કુ.પૂજા બારોટ, પાલકર તેમજ ડિમેટ્રિક્ષ ડાન્સ એકેડેમીના રેખાબેન પ્રજાપતિ, નિશા ફિટનેસ સ્ટુડિયોના નિશા સોની, યોગાચાર્ય દીપક ભાઈ સુથાર, અંકિતાબેન પટેલ, કિંજલબેન પટેલ, તાનારીરી રેકોર્ડિંગ સ્ટુડિયોના પીયૂષભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રમુખ પવન સોલંકીએ જણાવ્યું હતુ કે પાટણ ખાતે ગાંધીજી ની થીમ પર પાંચ કેટેગરી માં અલગ અલગ પરફોર્મન્સ આપવા માં આવ્યા હતા.એ પરફોર્મન્સ 5 મિનિટ માં પૂરું કરવામાં આવ્યું હતું જેમાં 1 હજાર થી વધારે લોકોએ ભાગ લીધો હતો.અને વન ટાઈમ રેકોડ કર્યો છે.અને આજે અમારી વર્લ્ડ રેકોડ ઇન્ડિયા ની ટીમે સર્ટિફિકેટ આપ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.