fbpx

રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સમર કેમ્પ માં ડૉ. આશુતોષ પાઠક દ્રારા સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર પ્રવચન યોજાયું

Date:

પાટણ તા. 2
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલ સમગ્ર ગુજરાતમા પ્રથમ ક્રમાંક ધરાવતું રિજીયોનલ સાયન્સ સેન્ટર – ડાયનાસોર પાર્ક ખાતે ઉનાળુ વેકેશન મા શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી વિકસાવે તે હેતુથી ત્રી દિવસીય સાયન્સ સમર કેમ્પનુ આયોજન ૩૦ મી મે ૨૦૨૩ના રોજથી કરવામાં આવ્યું હતુ.

જે શિબીરના અંતીમ દિવસે કેમ્પ દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી આવેલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતી ઘણી રસપ્રદ અને રોચક માહિતી પ્રાપ્ત કરી હતી. શિબીરમા મેળવેલ જ્ઞાન અને માહિતીનો અહેવાલ કેવી રીતે લખી શકાય અને લેખન કૌશલ્ય શું છે તેના વિષય તજજ્ઞ તરીકે ડૉ. આશુતોષ પાઠકે આજે પ્રતિભાગી શિબીરાર્થી ઓને તલ સ્પર્શી માહિતી આપી હતી. અને લેખન કૌશલ્યમા વ્યાકરણ, જોડણી અંગ્રેજી ભાષામા સ્પેલિંગ વગેરેની તકેદારી રાખીને સમગ્ર નિરીક્ષણા ત્મક અહેવાલ લખવાની કલાથી અવગત કર્યા હતા. સાથે સાથે તમામ શિબીરાર્થી ઓને લેખન કૌશલ્ય માટે કાર્ય શિબિર દરમિયાન અલગ અલગ ટાસ્ક આપીને તેઓએ મેળવેલ જ્ઞાનની ચકાસણી પણ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સબજેલમાં ૨૫૦ પુસ્તકો ભેટ ધરાયા…

પાટણ તા. ૧૯પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તસકાલય દ્વારા...

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા..

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા.. ~ #369News