fbpx

શંખેશ્વરના સિપુર પ્રા. શાળા ખાતે 74 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 30
શંખેશ્વર તાલુકાની સિપુર ગામની પ્રાથમિક શાળા ખાતે ભારતના 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.ની પ્રેરણાથી ચાલતા માનવતા ના અવિરત કાર્ય કરતા “પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ” ના સતત સહકારથી વિકસિત પાટણ જિલ્લાની શંખેશ્વર તાલુકાની સિપુર પ્રા.શાળા ખાતે ગત 26 જાન્યુઆરી 2023 ના રોજ ભારતના 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કાર્યક્રમ માં શાળાના બાળકો દ્વારા રામાયણ,વિવિધતામાં એકતા ગીત,યે તારા વો તારા ગીત,દેશભક્તિ ગીત,પાણી બચાવો નાટક જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

શાળાના મુખ્ય શિક્ષક નિકુલભાઈ સિંધવે શાળા વિકાસની રૂપરેખા રજુ કરી હતી.શાળાના ઋષિ સમાન ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક જાસુભાઈ દ્વારા શુભેચ્છા સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો બચુભાઇ,અજીતભાઈ તથા હર્ષદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોને તૈયાર કરવાનું કામ શાળાની ઉત્સાહી શિક્ષિકાઓ વૈશાલીબેન અને પાયલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મ.સા. દ્વારા શિક્ષકો અને બાળકોનું અભિવાદન કરી શાળાના તમામ બાળકો અને ગામની ત્રણેય આંગણવાડીના બાળકોને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related