fbpx

પાટણ નગરપાલિકાના 50 લાખ સુધીની મર્યાદા ના 72 કામો ની તાંત્રિક અને વહીવટી મંજૂરી અર્થે બેઠક મળી..

Date:

પાટણ તા. 23
પાટણ નગરપાલિકા ખાતે તાંત્રિક અને વહીવટી કમિટી ની ચિફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને અગાઉ મળેલી બેઠકમાં શહેરના વિકાસ કામો પૈકીના 50 લાખ સુધીની મર્યાદા ના એજન્ડા પરના 32 જેટલા કામો અને વધારાના 40 કામો મળી કુલ 72 કામો ની ચર્ચા વિચારણા કરી મોટાભાગના કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરીઓ માટે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ નગરપાલિકા ખાતે અગાઉ મળેલી તાંત્રિક અને વહીવટી કમિટી ની બેઠકમાં રજૂ કરવામાં આવેલ 72 જેટલા વિકાસ કામો ને મંજૂરી માટે મોકલેલા હોય જે કામોની સ્થળ તપાસ કરવા શુક્રવારે ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પ્રાદેશિક કમિશનર કચેરી ગાંધીનગર ના આશાબેન પરમાર પાટણ નગર પાલિકા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પાલિકા ના ઈજનેર મૌનિલ વી. પટેલ સાથે બેઠક યોજી શહેરના 72 જેટલા વિકાસ કામો પૈકીના પાટણ શહેરની 15 સોસાયટી ઓમાં જનભાગીદારીથી સીસી રોડની કામગીરી, શહેરના 9 વિસ્તારમાં નવીન પાણીની પાઈપ કામગીરી,કનસડા દરવાજા થી હિગળા ચાચર,સરદાર ના બાવલા થી રેલ્વે સ્ટેશન અને બગવાડા થી જયવીર નગર ત્રણ રસ્તા સુધીના રીસર ફેસિગ માગૅ નું કામ , જલારામ મંદિર થી ટેલિફોન એક્સચેન્જ રોડ સુધીના પેવર ડામર નું કામ સહિત સ્વચ્છતા ના કામો ની ચચૉ વિચારણા કરી જરૂરી સ્થળ તપાસ કરી કરવામાં આવી હતી.શહેરના વિકાસ માટેના કામોની તાત્રિક અને વહીવટી મંજુરીઓ માટે અગાઉની બેઠકમાં સવૉનુમતે લેવાયેલ નિણૅયો બાબતે મોટાભાગના કામોની તાત્રિક મંજૂરી મળે વિકાસના કામો શરૂ કરવામાં આવશે તેવું પાલિકાના ઈજનેર મૌલિન પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

તપોવન સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ મહિલા ટીમ દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો..

શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા.. પાટણ...

પાટણ એપીએમસી ના ડિરેકટરો ની યોજાનાર ચૂંટણી માટે ભાજપના 16 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભયૉ..

ફોમૅ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ...

ચાણસ્મા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી..

ચાણસ્મા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી.. ~ #369News