google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા માહિતી કચેરીના ફિલ્મ ઓપરેટર બટુકભાઈ બુસાનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજયો..

Date:

જિલ્લા માહિતી કચેરી ખાતે બત્રીસ વર્ષની સેવા બાદ વયનિવૃતિ થતા સ્ટાફ દ્વારા મોમેન્ટો આપી હુંફાળુ વિદાયમાન અપાયું..

પાટણ તા. 31
પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે છેલ્લા 32 વર્ષથી સેવા આપતા ફિલ્મ ઓપરેટર બટુકભાઈ બુસા વયનિવૃત થતા મંગળવારે માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બટુકભાઈ બુસાને જિલ્લા માહિતી પરિવાર દ્વારા શ્રીફળ-સાકર તેમજ સાલ અર્પણ કરી વય નિવૃત્તિ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વર્ષ 1991થી પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે પોસ્ટિંગ થયા બાદ છેલ્લા બત્રીસ વર્ષથી તેઓ પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સેવાઓ આપી રહ્યા હતા. સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા બટુકભાઈ બુસાને શ્રીફળ, સાકર અને સાલ તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયે બટુકભાઈ ના કામને બિરદાવતા જણાવ્યું હતુ કે બટુકભાઈ કચેરી ની તમામ કામગીરીમાં સહભાગી બન્યા છે. તેઓનો નિવૃતિકાળ સુખરૂપ, આનંદમય, અને આરોગ્યમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે પણ બટુકભાઈની કામગીરીને યાદ કરતા તેઓને શુભેચ્છા પાઠવી હતી. વય નિવૃતિ સમયે બટુકભાઈ બુસાએ જણાવ્યું કે, પાટણ ખાતે છેલ્લા 32 વર્ષથી સેવા આપી આ 32 વર્ષ ખુબ યાદગાર રહ્યા છે. ફરજ પરના કાર્યકાળ કચેરીના સ્ટાફ દ્વારા ખુબ જ સારો સહયોગ મળી રહ્યો. બટુકભાઈએ સૌનો આભાર વ્યક્ત કરીને આજરોજ વિદાય લીધી હતી.

આ સાથે જ સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક પાટણ કુલદીપ પરમાર, નિવૃત સંયુક્ત માહિતી નિયામક આર.આર.તુરી, નિવૃત નાયબ માહિતી નિયામક કાન્તાબેન પટેલ, પૂર્વ સહાયક માહિતી નિયામક ભરતભાઈ રાવલ, તેમના પરિવારજનો, પત્રકાર મિત્રો સહિત કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ અને સ્ટાફના સૌ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય યુવા દિનની ભવ્ય ઉજવણી કરાઈ…

પાટણ તા. ૧૨ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણમાં વૈષ્ણવાચાર્ય પૂ. વાગિશકુમારજી નું ભવ્ય સામૈયું અને શોભાયાત્રા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો..

પાટણનાં વૈષ્ણવ પરિવારો સાથે પ્રબુદ્ધ નગરજનો, પત્રકારો સહિત વિવિધ...