તાત્કાલિક તપાસ પૂર્ણ કરી ગુનેગારો સામે ગુનો દાખલ કરવાની માગ..
પાટણ તા. 31
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ઉત્તરવહી – પુરાવણીની ખરીદી અંગે ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી જે ભ્રષ્ટાચાર થયો તે અંગે પાટણ ના ધારાસભ્ય દ્રારા નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમને આધારે આ પ્રકરણની તપાસ સત્વરે પૂર્ણ થાય અને કસુરવારો સામે કાયદેસર ની કાયૅવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત મંગળવાર ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી ને લેખિતમાં કરવામાં આવી છે.
પાટણના ધારાસભ્ય દ્રારા આ મામલે લેખીતમાં કરાયેલ રજુઆત મા તેઓએ જણાવ્યું છે કે આ ભષ્ટાચાર મામલે અત્યાર સુધીમાં 10 કરતા વધુ વખત જુદા જુદા સ્તરે સતત રજુઆતો કરવામા આવતા બોર્ડર રેંજ એ.સી.બી ભુજ દ્રારા આ બાબતે ખુબ લાંબા સમયથી તપાસ ચાલુ છે. આ મામલે માર્ચ ૨૦૧૯ માં ફરીયાદ પણ આપવામાં આવેલ જે તપાસના કામે આધાર પુરાવા સાથે ત. ૫/૫/૨૦૨૨ ના રોજ તપાસ અધિકારીને આપેલ છે. તે બાદ મૌખિક તથા લેખિત સતત રજુઆતો કરી છે છતાં જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં વિદ્યાર્થીઓની ફી ના જાહેર નાણાં હોઈ આ બાબતે તપાસમાં વિલંબ વધુ ભ્રષ્ટાચારને અવકાશ પૂરો પડે છે. જે ભ્રષ્ટાચાર થયો છે તે સ્પષ્ટ છે. વર્ષ – ૨૦૧૮ માં અચાનક જ પુરવણીના ભાવમાં ૪૩૧ % અને ઉત્તરવહીના ભાવમાં ૨૫૫ % નો ભાવ વધારો સામાન્ય ગણી શકાય નહિ.જે સાઈઝની ઉત્તરવહી ૩.૩૫ પૈસામાં આવતી હતી એટલાજ પેજની ઉત્તરવહીના ૮.૫૫ કેવી રીતે ચૂકવી શકાય. રજુઆતો બાદ પણ આ ઉત્તરવહી ફરી વર્ષ ૨૦૨૧-૨૨ માં આજ યુનિવર્સિટી ૪.૦૦ રૂપિયા આસપાસ ભાવથી ખરીદવા લાગી. ભ્રષ્ટાચાર કરવા બાબતે ટેન્ડરમાં ખાસ જોગવાઈ કરી આયોજન પૂર્વકનો ભ્રષ્ટાચાર કરેલ છે. જેમાં તે સમયના તમામ કારોબારી સભ્યો, અધિકારી પણ જવાબદાર છે.આ પ્રકરણના ભ્રષ્ટાચાર અંગે જુદા – જુદા લોકોએ રજૂઆત કરેલ પરંતુ તેમાંથી કેટલાક લોકો પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ધરાવતા હોઈ અને યુનિવર્સિટી જોડે તેમની કોલેજોનું જોડાણ હોવાના કારણે નિવેદનો બદલી સમગ્ર બાબત ઉપર પડદો પાડવાનો પ્રયાસ થયો છે અને જાહેર સરકારી નાણાંના ભ્રષ્ટાચારને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોય તેવી માહિતી મને મળેલ છે. આજ બાબત પુરવાર કરે છે કે, ભ્રષ્ટાચાર થયો છે.
નામદાર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તા.૧૫ /૧૨/૨૦૨૨ ના રોજ આપેલ ક્રિમીનલ અપીલ નંબર ૧૬૬૯ ઓફ ૨૦૦૯ ના ચુકાદાને ધ્યાને લેતાં આ બાબતે સત્વરે કાર્યવાહી કરવાની થાય છે. આ અંગે સંદર્ભ – ૮ મુજબ નામદાર ગુજરાત હાઇકોર્ટે હુકમ પણ કરેલ છે. આમ છતાં કાર્યવાહીમાં વિલંબ દુઃખદ છે. આ અંગે જરૂરી તપાસ સત્વરે કરવામાં આવી જેથી એક શૈક્ષણિક સંસ્થામાં ભ્રષ્ટાચાર અટકે અને તેનો લાભ લાખો વિધાર્થીઓને થાય સાથે સમાજ માં ભ્રષ્ટાચાર વિરુધ્ધ એક સંદેશો પણ જાય આ અંગે કોઈ કાર્યવાહી કે જવાબ નહિ પાઠવવામાં આવે તો પુનઃ નામદાર કોર્ટમાં અપીલ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ધારાસભ્ય દ્રારા આપવા માં આવી છે.