પાટણ તા. 3
રાજ્ય સરકાર ની ગ્રાન્ટ માથી તૈયાર કરવામાં આવેલ નિર્મળનગર થી કાળકા મંદિર થઈ મોડોત્રી અને નોરતા ને જોડાતા રોડનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભાજપના આગેવાનો ની ઉપસ્થિત મા લોકાર્પણ કરવા માં આવ્યું હતું.રૂ 1 કરોડ 68 લાખના ખર્ચે તૈયાર થયેલા આ નવીન રોડના કારણે ખેતરમાં જતા ખેડૂતોની વર્ષો ની સમસ્યાનો નિકાલ આવ્યો હોય વિસ્તારના ખેડૂતો સહિત આ માગૅ પરથી પસાર થનાર વાહન ચાલકો અને રાહદારીઓ એ હષૅની લાગણી વ્યક્ત કરી હતી.
આ નવીન બનેલા રોડના લોકાર્પણ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ,તાલુકા ભાજપ મહામંત્રી હરિભાઈ પટેલ,પાટણ નગર પાલિકા પક્ષના નેતા દશરથજી ઠાકોર,જયેશભાઇ પટેલ, ડો અંબાલાલ પટેલ,પ્રવીણભાઈ પરમાર, હેતલભાઈ પટેલ, ભગાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી