પાટણ તા. ૧૨
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 12 જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રીય યુવા દિનની ભવ્ય ઉજવણી કરાઈ. જેમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદના જન્મદિવસનું સન્માન કરવા અને તેમના યુવા સશક્તિકરણ, તેમના મૂલ્યો, સમાજ સેવા પરના તેમના ઉપદેશો પર ભાર મૂકે છે. આ દિન યુવા દિમાગને પ્રેરણા સાથે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોને સાથે રાષ્ટ્રીય એકીકરણને અને યુવાનોને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા પ્રોત્સાહન આપે છે.
સાયન્સ સેન્ટર ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લા ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને નવસારી થી પી એમ ગોલથરા પ્રાથમિક શાળા, જસાણી પ્રાથમિક શાળા, લોટસ પ્રાથમિક શાળા, ટોકરીયા પ્રાથમિક શાળા, નંદાસણ પ્રાથમિક શાળા, જીવતપુરા પ્રાથમિક શાળા, જેમાલ પુરા પ્રાથમિક શાળા, શ્રીમતી મધુબેન જેઠલાલ મેવાડા, મણિપુરા અનુપમ પ્રાથમિક શાળા,જેતપુરા પ્રાથમિક શાળા, બોરીસાના પ્રાથમિક શાળા, એન અને કે પંડ્યા હિમંત શાળા, જાદુપુર ભંગેર પ્રાથમિક શાળા, ધનપ પ્રાથમિક શાળા, કનેરા પ્રાથમિક શાળા, વસ્ત્રાલ ગુજરાતી પબ્લિક શાળા, નગર પ્રાથમિક શાળા અમદાવાદ, અસારવા ગુજરાતી શાળા સહીત 19 થી વધુ શાળાઓ સાયન્સ સેન્ટર ની મુલાકાતે આવ્યા હતા અને સાયન્સ સેન્ટર ની વિવિધ ગેલેરી અને અદ્યતન ટેક્નોલોજી સજ્જ 5-ડી થીએટર નિહાળી આનંદિત થયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી