google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રો.ધનરાજભાઈ ઠકકરે પોતાના જન્મ દિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અન્યોને પ્રેરણા પૂરી પાડી..

Date:

જરૂરિયાત મંદ દર્દીઓને બ્લડ મળી રહે તેવી શુભ ભાવના સાથે આયોજિત બ્લડ કેમ્પમાં 35 બોટલ બ્લડ એકત્ર કરાઈ..

પાટણ તા. 31
કોરોના કાળના કપરા સમયે દર્દીઓને ભોગવવી પડેલી બ્લડ ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાટણની એક્સપરિમેન્ટલ શાળાના મદદનીશ શિક્ષક ઝેડ એન. સોઢા દ્વારા પોતાના મિત્ર સર્કલમાં સારા પ્રસંગોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી આવવા જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ બનવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.

જે પ્રેરણા ને ધ્યાનમાં રાખીને પાટણની એક્સપરિમેન્ટલ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય અને રોટરી કલબ પાટણ ના પૂવૅ પ્રમુખ રો. ધનરાજભાઈ ઠક્કરે પણ છેલ્લા ત્રણ વર્ષથી પોતાના જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ સહિત સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવાનો સંકલ્પ ગ્રહણ કરી મંગળવારના રોજ પોતાના જન્મદિન પ્રસંગે એક્સપરિમેન્ટલ શાળા સંકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી પોતે તેમજ પોતાના મિત્ર સર્કલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે બ્લડ ડોનેટ કરી 35 જેટલી બ્લડ બોટલો એકત્રિત કરવામાં આવી હતી.

પાટણની એક્સપરિમેન્ટલ શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને પાટણ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ રો. ધનરાજભાઈ ઠક્કરે પોતાના 50 માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કરેલ બ્લડ ડોનેશન કેમ્પ સહિત ની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ને રોટરી કલબ પાટણ પરિવાર સહિત તેમના મિત્ર સર્કલ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સરાહનીય લેખાવી શાલ થી સન્માન કરી સન્માનપત્ર આપી
જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રો. ધનરાજભાઈ ઠકકર ના જન્મ દિન નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં રોટરી કલબ પાટણ ના પ્રમુખ રો.જયરામ ભાઈ પટેલ, રો. ધેમરભાઈ દેસાઈ, રો. અશ્વિનભાઈ જોષી, મનોજ પટેલ, રાજુભાઈ સોની, જયેશભાઈ પટેલ, મુકેશભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં રોટરી પરિવાર ના સભ્યો, એક્સપરિમેન્ટલ શાળા સ્ટાફ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રોટરી. ધનરાજભાઈ ઠકકર ના મિત્રોએ ઉપસ્થિત રહી જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌનો રો. ધનરાજભાઈ ઠકકરે આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના નગરજનોને પાણી ના સામાન્ય કર માથી મુક્તિ અપાવનાર દાતાની પ્રતિમા ને બેનરો ના ભારથી કયારે મુક્ત કરાશે..

પાટણ ના નગરજનોને પાણી ના સામાન્ય કર માથી મુક્તિ અપાવનાર દાતાની પ્રતિમા ને બેનરો ના ભારથી કયારે મુક્ત કરાશે.. ~ #369News

પાટણ યુનિવર્સિટી ના કન્વેન્શન હોલમાં આઈ જી પી ના અધ્યક્ષ પદે લોક દરબાર યોજાયો..

વ્યાજખોરી ના દુપણ ને ડામવા ગત વર્ષે પાટણ જિલ્લામાં...