fbpx

પાટણ નાયબ કલેકટર નું ઇન્સ્ટાગ્રામ માં ખોટું એકાઉન્ટ બનાવી પૈસાની માગણી કરાઈ…

Date:

નાયબ કલેકટર દ્વારા એકાઉન્ટ હેક કરાયું હોય નાણાકીય વ્યવહાર ના કરવા અપીલ કરાઈ..

પાટણ તા. 31
પાટણ જિલ્લા નાયબ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ ના નામનું ખોટું એકાઉન્ટ કોઈ અજાણ્યા ઈશમ દ્વારા બનાવી તેમના મિત્ર વર્તુળ પાસે પૈસાની માગણી કરવામાં આવતી હોવાનું સામે આવતા નાયબ કલેકટર દ્વારા લોકોને નાણાકીય કોઈપણ વ્યવહાર ના કરવા અપીલ કરવામાં આવી છે.

પાટણમા નાયબ જિલ્લા કલેકટર પ્રદીપસિંહ રાઠોડના નામનું ખોટું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી કોઈ અજાણ્યા ઈશમ દ્વારા તેમાંથી તેમના મિત્ર સર્કલ અને લોકોને પૈસાની ફોન પે મારફતે અલગ અલગ રકમ નાખવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા હતા. જેની જાણ અધિક કલેકટર ને થતા આ બાબતે તાત્કાલિક ધોરણે પોતાના મિત્ર સર્કલ વર્તુળ અને લોકો ને નાણાકીય છેતરપિંડી ના થાય તેવા હેતુથી કોઈપણ નાણાકીય વ્યવહાર મારા નામથી ના કરવા માટે facebook માં પોસ્ટ કરીને જાણ કરવામાં આવી છે તો આ બાબતે નાયબ કલેકટર દ્વારા પોલીસને પણ જાણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

કે સી પટેલ નો ગુજરાત પ્રદેશકાર્યાલય સંચાલન સમિતિ માં સમાવેશ કરાયો..

કે સી પટેલ નો ગુજરાત પ્રદેશ કાર્યાલય સંચાલન સમિતિમાં સમાવેશ કરાયો.. ~ #369News

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ નો વાર્ષિકોત્સવ-૨૦૨૪ યોજાયો..

વષૅ-૨૦૨૪ ના પ્રમુખ પદે ભાગૅવભાઈ ચોકસી, ખજાનચી પદે ધનશ્યામભાઈ...

પાટણના ખાલકશાપીર વિસ્તારમાં અંડરપાસની માગ સાથે લોકસભાની ચુંટણી બહિષ્કારના બેનરો લાગ્યા..

પાટણ તા. ૨૯પાટણની ખાલકશાપીર મંદિર રોડથી ઝીલ સોસાયટી પાસેનાં...

પાટણ યુનિ.જનૉલિઝમ ડિપાર્ટમેન્ટ ના 6 વિધાર્થીઓની મિડિયા ફિલોસોફી યોજના માટે પસંદગી કરાઈ..

પાટણ યુનિ.જનૉલિઝમ ડિપાર્ટમેન્ટ ના 6 વિધાર્થીઓની મિડિયા ફિલોસોફી યોજના માટે પસંદગી કરાઈ.. ~ #369News