google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

નેશનલ સ્પોર્ટ્સ ડે અંતગૅત જિલ્લાના ઈન સ્કૂલ ટ્રેનરો ની મીટીંગ મળી..

Date:

ધો 1 થી 8 ના વિધાર્થીઓ મા રમતની રૂચિ વધે તે પ્રકારની રમતો નું આયોજન કરવા અપીલ કરાઈ..

પાટણ તા. 22 રાજ્ય માં ખેલ-વાતાવરણ નું નિર્માણ થાય સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ કેળવાય અને રમત ક્ષેત્રે પ્રતિભા શોધના ઉમદા આશય સાથે પ્રતિ વર્ષે સમગ્ર ભારતમાં હોકીના જાદુગર સ્વર્ગીય ધ્યાનચંદજીના જન્મદિન ને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી, પાટણ ના અઘ્યક્ષ સ્થાને પાટણ જિલ્લા ના ઈનસ્કુલ ટ્રેનર ની મિટિંગ નું આયોજન સરદાર પટેલ રમત ગમત સંકુલ, પાટણ ખાતે રાખવામાં આવેલ હતું. જેમાં તા. 21/08/2023 થી તા.29/08/2023 દરમ્યાન પોતાની શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થી ભાઈઓ, બહેનોમાં રમતો પ્રત્યે રસ અને રૂચિ વધે તે માટે 30 મી. દોડ, 50 મી. દોડ, 100 મી દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, રસ્સાખેંચ જેવી વિવિધ રમત ગમત ની પ્રવૃત્તિઓ નું આયોજન કરવા જણાવવામાં આવેલ હતું. સદર મિટિંગમાં કિરણભાઇ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી પાટણ, જીમીતભાઇ પટેલ ખો-ખો કોચ પાટણ તથા કિરીટભાઈ પટેલ ઈન સ્કુલ ટીમ મેનેજર, પાટણ હાજર રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

મોબાઇલ ચોરીના ફુલ-૦૫ ગુન્હાનો ભેદ ઉકેલતી પાટણ સીટી બી ડીવીઝન પોલીસ..

પાટણ તા. 5પાટણ શહેરમાં વધી રહેલા મોબાઈલ ચોરીના બનાવો...

યુનિવર્સિટી દ્વારા PHD ના 28 વિષયો માં 827 બેઠકો ભરવા માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાશે..

પાટણ તા. 21 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા...

અવસર લોકશાહી અંતગૅત પાટણમાં “રન ફોર વોટ” માટે મેરથૉન નું આયોજન કરાયું….

18 વર્ષથી વધુ વય ધરાવતાં યુવાનોમાં મતદાન માટે જાગૃતિ...