fbpx

કલેકટરના આદેશ પગલે પાલિકા ની સાથે સાથે પાટણ ધારાસભ્ય પણ રખડતાં ઢોરોને ડબ્બે કરવા મેદાન માં આવ્યાં..

Date:

પાલિકાના ચિફ ઓફિસર અને ઢોર ડબ્બા ટીમ સાથે ધારાસભ્ય એ પોતાની સોસાયટી માથી 25 થી વધુ ઢોરોને ડબ્બે કયૉ..

પાટણ માથી રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવા જયાં પણ જરૂર પડે ત્યાં સહયોગ આપવાની MLA ની ખાતરી..

પાટણ તા. 25 પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામા દિન પ્રતિદિન વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસને નિવારવા નગરજનોની અનેક વખતની રજૂઆત અને પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે સ્વાગત કાર્યક્રમમાં કરેલ ધારદાર રજુઆત ને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતરમાં પાટણ જિલ્લાના તમામ નગર પાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક યોજી રખડતાં ઢોરોના ત્રાસ માંથી નગરજનોને મુક્ત કરવા ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવા અને રખડતા ઢોરોને ડબ્બે કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.

કલેકટર ના આદેશના પગલે પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા રખડતા ઢોરો ને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે ઝુંબેશ દરમિયાન શુક્રવારે સવારે શહેરના ડીસા હાઈવે માગૅ પર રખડતાં ઢોરોના ટોળા જોવા મળતા પાટણ ધારાસભ્ય દ્રારા આ બાબતે ચિફ ઓફિસર અને જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક વાત કરતા તાત્કાલિક ચિફ ઓફિસર રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી કરતી ઢોર ડબ્બા ની ટીમે સાથે ડીસા હાઈવે પર દોડી આવ્યા હતા. તો પોલીસ સ્ટાફે પણ ધટના સ્થળે આવી ધારાસભ્ય ની હાજરી માં રખડતા ઢોરોને સોસાયટી માં પુરી ત્યાર બાદ ઢોર ડબ્બા મા પુરી મોતીસા ઢોર ડબ્બા મા લઈ જવામાં આવ્યા હતા. અંદાજીત 25 થી વધુ રખડતા ઢોરોને ઝડપી કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા ચિફ ઓફિસર અને પાટણ ધારાસભ્યે જણાવ્યું હતું.

તો ત્રણ દિવસથી ચાલી રહેલ રખડતાં ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ દરમિયાન નગર પાલિકાની ઢોરડબ્બાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારો માથી અંદાજીત 80 થી વધુ રખડતા ઢોરોને ડબ્બે કરવામાં આવ્યાં હોય આગામી દિવસોમાં પણ શહેર માથી રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી ચાલું રખાશે તેવું પાલિકા ચિફ ઓફિસરે જણાવ્યું હતું. પાલીકા દ્રારા ડબ્બે કરાયેલ ઢોરોને છોડાવવા આવનાર ઢોર માલિક પાસેથી પાલિકા દ્વારા ઢોર દીઢ રૂ. 3 હજાર દંડ અને ઢોર પકડાયા ના બીજા દિવસ થી રોજના રૂ. 200 ઢોરના રખરખાવ ખચૅ વસુલવાની સાથે ઢોર છોડાવવા આવનાર ઢોર માલિક પાસેથી સ્ટેમ્પ ઉપર હવે પછી પોતાનું ઢોર રખડતુ નહિ છોડે તેવું સોગંદનામું મેળવીને જ ઢોર માલિકને તેનું ઢોર સોપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હવામાન વિભાગ ની આગાહી ના પગલે પાટણ જિલ્લા માં વાવાઝોડા ની અસર જોવા મળી..

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી.. ~ #369News

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી..

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી.. ~ #369News

પાટણ શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા બ્યુટી પાર્લરના વર્ગો શરૂ કરાયાં…

પાટણની જરૂરિયાત મંદ ૪૦ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.. પાટણ તા. ૨પાટણ...