fbpx

રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ સાત દર્દીઓની અંધાપા ની ધટના બાદ આજે વધુ એક દર્દી અંધાપા ની ફરિયાદ સાથે હોસ્પિટલ દોડી આવ્યો…

Date:

હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સ્ટાફે મહિલા દર્દીને સારવાર માટે અમદાવાદ ખસેડવા તમામ પ્રકારની મદદની તૈયારી દશૉવી..

અમદાવાદ અને વિસનગર ખાતે રિફર કરાયેલા તમામ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું હોસ્પિટલના ટ્રસ્ટીઓએ જણાવ્યું. .

ઓપરેશન બાદ અંધાપો આવ્યા ની ઘટનામાં ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શન અને દવાઓના આરોગ્ય વિભાગની ટીમે સેમ્પલ મેળવ્યા..

પાટણ તા. ૯
ગુજરાતના માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓમાં અંધાપા ની સ્થિતિ સર્જાય હોવાની ઘટના હજુ લોક માનસ પટ પરથી ભુલાય નથી. ત્યાં તારીખ 2 ફેબ્રુઆરીના રોજ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાર્યરત સર્વોદય આંખની હોસ્પિટલમાં 13 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન કર્યા બાદ 7 જેટલા દર્દીઓને આખે અંધાપો છવાયો હોવા ની ઘટના પ્રકાશમાં આવતા પાટણ જિલ્લા ના આરોગ્ય તંત્ર મા હડકમ મચી જવા પામી હતી અને બનાવના પગલે પાટણ,સિદ્ધપુર અને ગાંધીનગર આરોગ્ય વિભાગ ની ટીમ તાત્કાલિક રાધનપુર સર્વોદય હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને તપાસ નો દોર આરંભ્યો હતો.

ત્યારે શુક્રવારે અંધાપાની આ ઘટનાને પગલે પાટણની અમારી ટીમ રાધનપુર સર્વોદય હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને જાત તપાસ હાથ ધરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.અમારી ટીમ સર્વોદય આંખની હોસ્પિટલ રાધનપુર ખાતે પહોંચતા હોસ્પિટલમાં કોઈ દર્દી જોવા મળ્યું ન હતું. તો હોસ્પિટલના ટ્રસ્ટી અને કર્મચારીઓ ને પૂછતા તારીખ 2 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનાને લઈને હાલમાં આંખોની તપાસ તેમજ આંખોને લગતા ઓપરેશનો બંધ હોવાનું જણાવ્યું હતું.

ટીમે વધુ જાણકારી મેળવવા હોસ્પિટલ સ્ટાફનો તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીઓ પાસેથી હોસ્પિટલ માં મોતીયાના ઓપરેશન કરનાર મહિલા તબીબ ડોક્ટર સોનલબેન પટેલ નો મોબાઇલ નંબર મેળવી તેઓનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.સમગ્ર ઘટના બાબતે ટીમે હોસ્પિટલના ટ્રસ્ટી ભારતીબેન વખરીયા નો રૂબરૂ સંપર્ક કરી માહિતી મેળવતા તેઓએ જણાવ્યું હતું કે તારીખ 2 ફેબ્રુઆરીના રોજ અમારી સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર સોનલબેન પટેલ (એમ. એસ સર્જન) અને ઓપીડી સ્ટાફના દાનાભાઈ ઠાકોર અને મેહુલભાઈ ઠાકોર દ્વારા 13 દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા.

ઓપરેશન કર્યા બાદ બીજા દિવસે 13 દર્દીઓ પૈકી 7 દર્દીઓને આંખે ઓછું દેખાતું હોવાની ફરિયાદ મળતા તે તમામ દર્દીઓને હોસ્પિટલના સ્ટાફ અને એમ્બ્યુલન્સ દ્વારા વિસનગર આંખ ની હોસ્પિટલ તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા.અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને આખે અંધાપો આવેલા પાંચ જેટલા દર્દીઓની ટેલીફોનિક પૃછા દરમ્યાન તેઓ તમામની હાલત હાલમાં સુધારા પર હોવાનુંતેઓએ અમારી ટીમ ને જણાવ્યું હતું.હોસ્પિટલના ટ્રસ્ટી જ્યારે અમારી ટીમને આ માહિતી આપી રહ્યા હતા તે સમય દરમિયાન જ સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે તારીખ 2 ફેબ્રુઆરીના રોજ મોતિયા નું ઓપરેશન કરેલ સાતલપુર તાલુકાની એક વૃદ્ધ મહિલા ને તેના પરિવારજનો આંખે દેખાતું ન હોવાની ફરિયાદ સાથે આવી પહોંચતા હોસ્પિટલના ટ્રસ્ટી સહિત સ્ટાફ પરિવાર દ્વારા વૃદ્ધ મહિલા ના પરિવારજ નોને સમજાવી તેની સારવાર માટે અમદાવાદ મોકલવાની તજવીજ અમારી ટીમની ઉપ સ્થિતિ વચ્ચે હાથ ધરવામાં આવી હતી.

આ બાબતે સર્વોદય આંખની હોસ્પિટલના મહિલા ટ્રસ્ટી એ જણાવ્યું હતું કે આ ઘટનાના પગલે પાટણ સિધ્ધપુર અને ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે અમારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ હોસ્પિટલના ઓપીડી વિભાગ અને હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સાધનો તપાસ કરવામાં આવ્યા હતા પરંતુ સાધનોમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જોવા ન મળતા ટીમ દ્વારા ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શન તેમજ અન્ય દવાઓના સેમ્પલ મેળવી તપાસ અર્થે લઈ ગયા હોય જેનો રિપોર્ટ આવ્યાં પછી સમગ્ર ધટનાની સત્યતા જાણવા મળશે તેવું જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ ની પ્રવેશ પરીક્ષા યોજાઈ…

જ્ઞાન સાધનામાં 24,000 વિદ્યાર્થીઓએ અને જ્ઞાનસેતુમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓએ...

પાટણ શહેરનો વિસ્તાર વધતા પાણીની સમસ્યા ને ધ્યાનમાં રાખીને પાલીકાએ વધુ પાણી ફાળવવા સરકાર ને પત્ર લખ્યો..

પાટણ શહેરનો વિસ્તાર વધતા પાણીની સમસ્યા ને ધ્યાનમાં રાખીને પાલીકાએ વધુ પાણી ફાળવવા સરકાર ને પત્ર લખ્યો.. ~ #369News