પાંચ જેટલા મુસાફરો સહિત એસટી ચાલકને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સાતલપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા..
પાટણ તા.16
તાજેતરમાં જ રાધનપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી ડ્રાઇવર દ્વારા ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી માગૅ ઉપરથી પસાર થતાં રાહદારીને અડફેટમાં લઈ તેનું મોત નિપજાવ્યુ હોવાની ધટના હજુ લોક માનસ પટ પરથી ભુલાઈ નથી ત્યાં પ્રથમ નવરાત્રી ની મોડીરાત્રે સાંતલપુર તાલુકાના સિધાડા થી બાબરા ગામના હાઇવે માર્ગ પરથી પસાર થતી એસટી બસના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા અને બસના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા 45 થી વધુ મુસાફરો ભરેલી એસટી બસ રોડ પર પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હોવાની સાથે એસટી ડ્રાઇવરના પગના ભાગે ફેક્ચર થતાં તમામ ઈજાગ્રસ્તોને 108 દ્રારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સલામત સવારી એસટી અમારી ના સુત્ર ની તદ્દન વિપરીત ધટનાઓ પાટણ જિલ્લામાં એસટી ચાલકો ના ગફલત ભયૉ ડ્રાઇવિંગ દ્વારા પ્રકાશમાં આવી રહી છે.
તાજેતરમાં જ રાધનપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી ચાલકે ગફલત ભરી રીતે પોતાની એસટી બસ હંકારી માર્ગ પરથી પસાર થતા રાહદારીને કચડી તેનું મોત નિપજાવ્યુ હોવાની ઘટના હજુ લોકો ભૂલ્યા નથી ત્યાં નવરાત્રી ની પ્રથમ રાત્રીએ આશરે 2-00 કલાકે પાટણ જિલ્લાના સાંતલપુર ના નેશનલ હાઈવે નંબર 27 ઉપર થી પસાર થતી ખેડબ્રહ્મા- ગાંધીધામ એસટી બસના ચાલકે સિધાડા- બાબરા માગૅ પર ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એસટી બસ રોડ પર પલ્ટી મારતા 5 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ સાથે એસટી ચાલકને પગે ફેક્ચર થતા 108 મારફતે સાતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ખેડબ્રહ્મા થી ગાંધીધામ તરફ જતી એસટી બસના ચાલકના ગફલતભયૉ ડ્રાઇવિંગ ના કારણે સર્જાયેલા અકસ્માત માં એસટી બસમાં બેઠેલા અન્ય 40 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થતાં એસટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.જોકે આ અકસ્માતની ઘટના બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી.
અહેવાલ યશપાલ સ્વામી