fbpx

પ્રસિધ્ધ યાત્રાધામ સમા સરીયદ ગામે કર્નલ નીતિન જોશી દ્વારા મેરા વતન મેરી જાન દેશભક્તિ કાર્યક્રમ યોજાયો..

Date:

ડાન્સ ઇન્ડીયા ડાન્સ ફેમ કમલેશ પટેલ અને સાપ્રા ના પંડિત જી દ્રારા દીપ ડાન્સ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કયૉ..

પાટણ તા. 25
પાટણ નજીક આવેલા સરસ્વતી તાલુકા ના પ્રસિદ્ધ યાત્રાધામ સમા સરીયદ તીર્થ ધામે ભવ્યાતિ ભવ્ય જૈન ધર્મના પવિત્ર અને ધાર્મિક એવા અંજન શલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભક્તિ સભર માહોલ મા ઉજવણી કરવામાં આવી હતી.
આ ધાર્મિક પ્રસંગને અનુરૂપ સરીયદ ગામના વતની અને આયૅનમેન, આઈસમેન ની સાથે સાથે ગુજરાતના મિલખાસિગ તરીકે નું બિરૂદ મેળવી અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર અને હાલમાં લેફટનન્ટ કર્નલ તરીકે ની ફરજ બજાવતા નિતિન જોષી દ્વારા પોતાના માદરે વતન ખાતે મેરા વતન મેરી જાન નામનો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કનૅલ નિતિન જોષી એ પોતાના વતન વાસીઓને દેશની સીમા પર ફરજ બજાવતા વીર જવાનોની બહાદુરી પૂવૅક ની ફરજ થી વાકેફ કરી યુવાનોને વ્યસન અને ફેશન થી દુર રહી સમાજમાં પ્રદુષણ નહિ પરંતુ આભુષણ બને તેવી શીખ આપી યુવાનો ને દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાઈ દેશ માટે કંઈક કરી છુટવા હિમાયત કરી હતી.

સરિયદ ખાતે આયોજિત મેરા વતન મેરી જાન ના સુંદર કાર્યક્રમમાં વડોદરાના વતની અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ ના હિરો અને મિથુન ચક્રવર્તી ફેમસ કમલેશ પટેલે ખાસ ઉપસ્થિત રહી પોતાની ડાન્સ કલા રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
તો સાપ્રા ગામના વતની હિતેશ કુમાર શાહ ઉર્ફે પંડિત જી દ્વારા દીપ ડાન્સ પ્રસ્તૃત કરી સૌને અચંબિત બનાવ્યા હતા.
સરીયદ ગામના વતની કર્નલ નીતિન જોશી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એ ઉપસ્થિત રહી કાર્યક્રમની સરાહના કરી કર્નલ નીતિન જોષી ના વતન પ્રત્યેના પ્રેમ ને બિરદાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ઉદ્યોગમંત્રી ના કાર્યાલય માંથી સેવા નિવૃત્ત થતાં મુકુન્દ આચાર્ય…

પાટણ તા. 30સિદ્ધપુર ના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ...

પાટણ-ઉઝા હાઇવે ઉપર ખોડાભા હોલ અને રીવાજ પાર્ટી પ્લોટ આગળ બન્ને સાઈડ સ્પીડ બ્રેકર બનાવવા માગ…

પાટણ-ઉઝા હાઇવે ઉપર ખોડાભા હોલ અને રીવાજ પાર્ટી પ્લોટ આગળ બન્ને સાઈડ સ્પીડ બ્રેકર બનાવવા માગ… ~ #369News

સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે નવીન CHCનું લોકાર્પણ કરાયું..

પાટણ તા. 22 આરોગ્યની સુવિધા છેવાડાના લોકો સુધી પહોંચે...