પાટણ તા. 30
સિદ્ધપુર ના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના સિદ્ધપુર ખાતેના કાર્યાલયમાં છેલ્લા દસ વર્ષથી પ્રજાની અવિરત સેવા કર્યા બાદ સ્વૈચ્છીક નિવૃત્ત થઈ રહેલા મુકુંદભાઈ આચાર્યનો સોમવારે નિવૃત્ત વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
પોતાના અંગત કારણોસર તા.૩૦/૦૯/૨૦૨૩ થી સેવા નિવૃત્ત થતા મુકુન્દ ભાઈ આચાર્ય ને સોમવારે કાર્યાલય ખાતે સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, જિલ્લા ભાજપ મંત્રી મનીષભાઈ પ્રજાપતિ, કાર્યાલય મંત્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, લોક સભા મીડિયા ઇન્ચાર્જ જે ડી પટેલ, કમલેશસિંહ રાજપુત, દિનેશસિહ રાજપુત, દિલિપસિંહ ઠાકોર સહિતના કાર્યકરોએ બુકે અને શાલ ઓઢાડી સન્માન કરી તેમનું પાછળનું જીવન તંદુરસ્તીથી ભરપૂર રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી