fbpx

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળા સંઘો સાથેના વાહનો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ પાસ ઈસ્યુ કરાયાં..

Date:

પાટણ પંથકમાં 66 જેટલા સંઘોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેઓને પ્રવેશ પાસ પહોંચતા કરાયા..

પાટણ તા. 22 અંબાજીમાં ભાદરવી પૂનમનો મા અંબાનો મહા મેળો તા.23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભરાનાર હોઇ વર્ષોથી પગપાળા સંઘો લઇને જતાં માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મેળામાં રાજ્યભર માંથી આવતા સંઘોને ફરજિયાત ઓનલાઇન પાસ પરમીટની વ્યવસ્થા લાગુ કરાઇ છે. જેમાં પાટણ જિલ્લા માંથી 66 જેટલા પગપાળા સંઘો ઓનલાઇન નોંધણી થઇ ચૂકી છે. આ સંઘો સીધુ સામાન વાળાં વાહનો સાથે અંબાજીમાં ઉતારા સ્થળ સુધી જઇ શકે તે માટે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા વાહનના પાસ કઢાવી તેનું વિતરણ શરૂ કર્યું છે. ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં રજીસ્ટ્રર્ડ 1470 સંઘોના 28 ઝોન મારફતે વાહન એન્ટ્રીપાસ વિતરણ શરૂ કરાયું છે. પાટણ ઝોનના સુરેશભાઈ પટેલ જણાવ્યુ હતું કે ,અગાઉ મેન્યુઅલી સંઘના ફોર્મ ભરી અંબાજીમાં પાસ પરમીટ માટે મોકલતાં અને મંજૂરી મળે એટલે વિવિધ સંઘોના સ્ટીકર પાસ તૈયાર કરી પહોંચાડતા હતા. છેલ્લા બે વર્ષથી અંબાજી પ્રશાસન દ્વારા ઓનલાઇન પાસ કરાયા હોઇ છેલ્લા 10 દિવસથી અંબાજી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ કાર્યાલય ખાતે ઓનલાઇન સંઘોની પાસ માટે એન્ટ્રી કરી ફોર્મ નોંધાવેલ અને પાસ કાઢી હવે ઝોન પ્રતિનિધિ મારફતે સંઘોને પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે.

પાટણ જિલ્લાના 66 જેટલા સંઘો ને પાસ પરમીટ આપી દેવમાં આવી છે. પાટણ જિલ્લા માંથી 66 સંઘ નોંધાયેલા છે અને આ તમામ સંઘોને રથ અને સાથે ના વાહનને દાંતા, પછી થી અંદર જ્યાં ઉતારો હોય ત્યાં સુધી લઇ જવા ઓનલાઇન પાસ તૈયાર કરી મેળવી લીધા છે. યુવક મંડળો દ્વારા પગપાળા સંઘ દરમ્યાન વરસાદ વિઘ્ન ના બને તે માટે માતાજીના માંડવી રથને પ્લાસ્ટીક કોડેટ સાથે સજાવટ કરવામાં આવી રહી છે. ક્યાક રથની મરામત કરાઈ હતી.તો સીધા સમાન ના વાહનો બાંધવાની કામગીરી કરાઈ રહી હોવાનું સચિન પટેલઅને ગોવિંદ પટેલે જણાવ્યું હતું. ઝીણીપોળ જય અંબે પગપાળા સંઘ છેલ્લા 25 વર્ષ થી પગપાળા જાય છે ગત વર્ષે હવન કરી 25 વર્ષ પુરા કર્યા છે આ વખતે 26 મુ વર્ષ છે જેમાં 50 થી વધુ પદયાત્રીઓ માતાજી ની માંડવી અને ધજા સાથે 24 મીએ રાત્રે રામજી મંદિર ખાતે માતાજી ની આરતી કરી પ્રસ્થાન કરશે. અશોક ભાઈ પટેલ જણાવ્યું હતું કે અમારો ગુર્જરવાડા યુથ કલબ નો જયઅંબે પગપાળા સંઘ 30 વર્ષ થી પગપાળા જાય છે આ વખતે 31માં વર્ષે 120 થી વધુ પદયાત્રીઓ સાથે માતાજી ની માંડવી સાથે અંબાજી પગપાળા સંઘ 24 સપ્ટેમ્બર રાત્રે 8 વાગે માતાજી ની આરતી કરી પ્રસ્થાન કરશે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ મોતીસા દરવાજા થી ચર્મકુંડ, બાળા બહુચર માતા ના મંદિર જવાના માર્ગ પર ભૂગર્ભના પાણીની રેલમછેલ..

પાટણ મોતીસા દરવાજાથી ચર્મકુંડ,બાળા બહુચર માતાના મંદિર જવાના માર્ગ પર ભૂગર્ભના પાણીની રેલમછેલ.. ~ #369News

સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે નવીન CHCનું લોકાર્પણ કરાયું..

પાટણ તા. 22 આરોગ્યની સુવિધા છેવાડાના લોકો સુધી પહોંચે...

સિદ્ધપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ ની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર…

26મી જાન્યુઆરીના રોજ સિદ્ધપુર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન...

પાટણ ની ઐતિહાસિક ધરોહર સાથે પટોળા હાઉસ ની મુલાકાત લેતા ડીસા યુવક સંધ સંચાલિત જુના ડીસા ની ઓસવાળ કોલેજ ના વિધાર્થીઓ..

વિદ્યાર્થીઓ પાટણની ઐતિહાસિક ધરોહરની માહિતી સાથે પટોળાના વણાટની કામગીરીથી...