google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

નોરતાના સંત શ્રી દોલતરામ બાપુ અને વિશ્વ ભારતીજી મહારાજે હડોલ ગામના ભક્તોને ભક્તિરસ માં રંગ્યા..

Date:

સેવક પરિવારોને વ્યસન મુક્ત બની સમાજમાંથી કુરિવાજો ને દૂર કરવા આદેશ કર્યા.

પાટણ તા. 28
પાટણ સમીપ આવેલા યાત્રાધામ સમા નોરતા ગામના સંત શ્રી દોલતરામ બાપુ તથા જુનાગઢ આશ્રમના પરમ પૂજ્ય વિશ્વ ભારતી જી મહારાજ ની ભક્તિ સભર વાણીએ સતલાસણા તાલુકાના હડોલ ગામે સોમવારની રાત્રે સેવકોના આમંત્રણ ને માન આપીને ભજન સત્સંગ કાર્યક્રમનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભક્તિ સભર સત્સંગ ભજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી દોલતરામ બાપુ તેમજ પરમ પૂજ્ય વિશ્વભારતીજી મહારાજે ભજન સંધ્યા ના ભક્તિ સભર કાર્યક્રમમાં ગુરુ વાણીના ભજનોની રમઝટ બોલાવી ભક્તિ રસમાં રંગ્યા હતા. આ ભજન સંધ્યા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા ગામ ના સેવકોને પરમ પૂજ્ય દોલતરામ મહારાજે તેમજ પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજે રૂડા આશીર્વાદ સાથે વ્યસન મુક્ત બનવા અને સમાજ માંથી કુરિવાજાને તિલાંજલિ આપવા આદેશ કર્યો હતો. સતલાસણા તાલુકાના હડોલ ગામે સેવક પરિવારો દ્વારા આયોજિત કરાયેલા ભજન ભક્તિ ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ગુરુવર્ય પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુના તેમજ પરમ પૂજ્ય શ્રી વિશ્વભારતીજી મહારાજ ના વાણીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લામાં સ્વ સહાય જૂથની બહેનોને વન ગ્રામ પંચાયત, વન બિઝનેસ કોરસ્પોન્ડન્સ અંતર્ગત ૬ દિવસની તાલીમ અપાઈ.

જિલ્લામાં સ્વ સહાય જૂથની બહેનોને વન ગ્રામ પંચાયત, વન બિઝનેસ કોરસ્પોન્ડન્સ અંતર્ગત ૬ દિવસની તાલીમ અપાઈ. ~ #369News

પાટણ યુનિવર્સિટીના પૂર્વ કા. કુલપતિ ડો. અનિલ નાયકની IIMAના સેક્રેટરી પદે બિનહરીફ વરણી..

પાટણ યુનિવર્સિટીના પૂર્વ કા. કુલપતિ ડો. અનિલ નાયકની IIMAના સેક્રેટરી પદે બિનહરીફ વરણી.. ~ #369News