પાટણ તા.1
પાટણ તાલુકાના ડેર ગામ ના સરપંચ ભરતસિંહ કે. ઠાકોરે તેમની ફરજ દરમિયાન સરકારી ગ્રાન્ટ માંથી તેમના કાર્ય ક્ષેત્ર બહાર બીજી પંચાયતની હદમાં રોડ કામ કરી, ગૌચર જમીન પર ગેરકાયદેસર સુવિધા ઉપલબ્ધ કરવા બદલ પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાતા ગામમાં સનસનાટી મચી જવા પામી છે.
આ બાબતે મળતી ડેર ગામના સરપંચ ભરતસિંહ ઠાકોર દ્વારા ગ્રાન્ટ ની રકમ ગૌચર જમીનમાં ગેરકાયદેસર મકાનમાં, પાણી ની પાઇપલાઇનમાં, ગૌચર જમીનનો ગેરકાયદેસર ઉપયોગ અને બગાડ કરવા સહિત ગોચર જમીનમાં ગેર કાયદેસર રોડ બનાવી દબાણકારોના દબાણ દૂર ના કરાતા આ બાબતેની ગામના જાગૃત નાગરિક નાથુજી ઠાકોર દ્રારા જિલ્લા વિકાસ અધિકારી સહિત તેમના વકીલ મારફત હાઈકોર્ટે મા અપીલ દાખલ કરતાં તેની રજુઆત ના પગલે પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્રારા ડેર ગામના સરપંચ ને તેમના હોદ્દાનો દુરૂપયોગ કરવા બદલ હોદ્દા પરથી દૂર કરવામાં આવતા ડેર ગામ મા સનસનાટી મચી જવા પામી છે.