દુધારામપુરા ગામે ત્રિદિવસીય યોજાયેલા શ્રી રામ પરિવાર પંચ કુંડાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ..
પાટણ તા. 30
પાટણ જિલ્લાના સરસ્વતી નદીના પાવન તટની ધરાતલ પર આવેલા દૂધા રામપુરા ગામમાં ત્રી દિવસીય શ્રી રામ પરિવાર પંચ કુંડાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ રામ વિવાહ મહોત્સવ કથાનું ભક્તિ સભર માહોલમાં સમાપન થયું હતું.
દૂધા રામપુરા ગામના હૃદય સ્થાનમાં પ્રભુ શ્રી રામ રામનવમીના પવિત્ર દિવસે બિરાજમાન થયા સમગ્ર ગામમાં ત્રણ દિવસ દરમ્યાન રામ કથા, પંચ કુંડી યજ્ઞ, ભજન, લોકડાયરો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ત્રણ દિવસ દરમ્યાન પ્રથમ દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી, વર્તમાન ચેરમેન અશોકભાઈ ચૌધરી, ભાજપ પુર્વ મહામંત્રી કે સી પટેલ, પાટણ ધારાસભ્ય ડો. કિરીટભાઇ પટેલ સહકારી અગ્રણીઓ અણદાભાઇ ચૌધરી, અમથાભાઇ ચૌધરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક પ્રસંગમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ ભીખાભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, દિનેશભાઈ પટેલ, ડૉ. કે કે પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ધાર્મિક પ્રસંગને શાસ્ત્રી ચિરાગભાઈ અને તેમની ટીમે શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ કાર્ય સંપન્ન કરાવવામાં આવ્યુ ત્રણ દીવસ દરમ્યાન મિત્તલભાઈ ઠાકર દ્વારા રામ કથાનું શ્રોતાઓને રસપાન કરાવતા ધાર્મિક માહોલ સર્જાયો હતો. ત્રણેય દીવસ દરમ્યાન વિવિધ કલાકારો દ્વારા સંતવાણી, ડાયરો, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોને દૈદિપ્યમાન કર્યા હતા.
શ્રી રામ સેવા સમિતિ દૂધા રામપુરા દ્વારા ત્રી દિવસીય પ્રસંગનું સુંદર આયોજન થયું સર્વ રામ ભક્તોના અથાગ પરિશ્રમ વચ્ચે રામનવમીના પવિત્ર દિવસે જ દૂધા રામપુરા ના હૃદય સ્થાનમાં રામ બિરાજતા વાતાવરણ રામ નામ થી ગુંજી ઉઠ્યું હતું અને હજારો રામભકતો એ રામનામ નો જયઘોષ કર્યો હતો.