પાલિકાની અંતિમ કારોબારી બેઠકમાં ચેરમેને પોતાની હૈયાવરાળ વ્યકત કરી..
પાટણ તા. 12
પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે ગુરુવારની સાંજે અઢી વર્ષના ટમૅની આખરી કારોબારી બેઠકમાં કારોબારી ચેરમેન તરીકે અઢી વષૅ સુધી જવાબદારી નિભાવનાર અરવિંદભાઈ પટેલે પોતાની હૈયાવરાળ વ્યકત કરતાં જણાવ્યું હતું કે પાલિકાની વોટર વર્કસ શાખા, ભૂગૅભ ગટર શાખા અને સ્વચ્છતા શાખામાં સ્વભંડોળ માંથી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.
પરંતુ આ ત્રણેય શાખાના કોન્ટ્રાક્ટરો દ્વારા સમયસરની અને જરૂરીયાત મુજબ ની સેવાઓ નહિ આપી ને નગર પાલિકા ની કામગીરી ને શહેરીજનોમાં વગોવી હોવાનો તેઓએ ટોણો મારી આગામી અઢી વર્ષ ની નવીન ટમૅ દ્રારા આ શાખાની કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા સંતોષ કારક બને તેવા પ્રયાસો કરવા ટકોર કરી હતી.
પાલિકા ખાતે મળેલી કારોબારી સમિતિની અંતિમ બેઠકમાં એજન્ડા પરના વાહન શાખા અને વહીવટી શાખાના મળી કુલ- 7 કામો સવૉનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તો સભ્ય હરેશભાઈ મોદી એ વાહન શાખા દ્રારા તમામ વાહનો ની રેગ્યુલર સર્વિસ સાથે મેન્ટેનન્સની કામગીરી નિભાવાય તે બાબતનું સૂચન કરી શહેરના આનંદ સરોવરની ગંદકી બાબતે પણ રજૂઆત કરી હતી.
તો મહેશભાઈ પટેલે અઢી વર્ષ ની કારોબારી ચેરમેન તરીકે સૌને સાથે રાખીને કરવામાં આવેલ કામગીરી ને સરાહનીય લેખાવી હતી.આ બેઠકમાં અરવિંદભાઈ પટેલ સહિત નવનિયુક્ત કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ હીનાબેન શાહ, દંડક મનોજભાઈ પટેલ સહિત પાલિકા ની વિવિધ શાખાના અધિકારીઓ, કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી