google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શિક્ષણ ની સાથે સાથે બાળકોમાં સંસ્કારો નું સિચંન કરતી લિટલ સ્ટાર સ્કૂલ નો સંસ્કાર વાર્ષિકોત્સવ ઉજવાયો..

Date:

પાટણ ડાયેટ ના પ્રાચાયૅ એ શાળાના બેસ્ટ સ્ટુડન્ટ ને એવોડૅ એનાયત કરી શાળાનું નામ રોશન કરવા આશિર્વાદ પાઠવ્યા..

શાળાના બાળકો એ 20 જેટલી વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કયૉ..

પાટણ તા. 4
શિક્ષણ ની સાથે સાથે સંસ્કારો નું સિચંન કરતી શૈક્ષણિક સંસ્થા લિટલ સ્ટાર સ્કૂલ નો સંસ્કાર વાર્ષિકોત્સવ 2022-23 ની સાથે સાથે શાળાના બેસ્ટ સ્ટુડન્ટ ને એવોડૅ એનાયત કરવાનો કાર્યક્રમ શુક્રવારે રાત્રે યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે પાટણ ડાયેટ ના પ્રાચાયૅ પિન્કીબેન રાવલ ના અધ્યક્ષ પદે અને વાલીગણની વિશાળ ઉપસ્થિત વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ ની શુભ શરૂઆત મહાનુભાવો ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્રારા કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા પાટણ ડાયેટ ના પ્રાચાયૅ પિન્કી બેન રાવલે લિટલ સ્ટાર સ્કૂલ દ્વારા લિટલ બાળકો મા શિક્ષણની સાથે સાથે સંસ્કારો નું સિચંન કરવાની ભાવનાને સરાહી શાળા પરિવારને બિરદાવી શાળાના બેસ્ટ સ્ટુડન્ટ તરીકે નો એવોડૅ શેખ માહિબાનુ મામુદમિયા ને એનાયત કરી શાળાનું નામ રોશન કરવાના આશિર્વાદ પાઠવ્યા હતા.

શાળાના સંચાલક હાર્દિકભાઈ રાવલે ઉપસ્થિત મહાનુભાવો નો આભાર વ્યક્ત કરી સંસ્કાર વાર્ષિકોત્સવનો પ્રારંભ કરાવતા શાળાના બાળકો એ 20 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કયૉ હતાં. લિટલ સ્ટાર સ્કૂલ ના સંસ્કાર વાર્ષિકોત્સવ 2022-23 ને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન પાર્થ જોષી એ કયુઁ હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વિકાસ મા મોરપીંછ સમાન અદ્યતન સુવિધા યુક્ત ચેરીટી ભવનનું નિર્માણ કરાશે..

ચેરીટી ભવન બનાવવા ફાળવેલ જમીનનું મુખ્યમંત્રી અને કાયદા મંત્રીની...

શહેરના હાસાપુર વિસ્તાર ની સમસ્યા નું બે દિવસમાં નિરાકરણ લાવવામાં નહિ આવે તો આંદોલન કરાશે : ધારાસભ્ય..

વિસ્તારના રહિશો દ્રારા આયોજિત સન્માન કાર્યક્રમમાં રહીશોની વેદના સાંભળી...