fbpx

પાટણમાં આસ્થા કિડની હોસ્પિટલમાં પથરીના ઓપરેશન ના બીલના નાણાં કેસમાં ચેક રીટર્ન થતા આરોપીને એક વર્ષની કેદ..

Date:

પાટણ તા. ૨૨
પાટણના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલ ડો.સુરેશભાઈ ઠકકર ની આસ્થા કીડની હોસ્પિટલમાં સિધ્ધાર્થ બારોટ નામના વ્યકિતએ તા.૧૮/૭/ ૨૦૨૧ ના રોજ પથરીનું ઓપરેશન કરાવેલ જે ઓપરેશનના બીલ ની રકમ રૂા.૮૦,૨૦૦/- પૈકીના સિધ્ધાર્થ બારોટે રૂા.૮૦,૦૦૦/- નો ચેક તેમજ રૂા.૨૦૦ રોકડા હોસ્પિટલ માં આપ્યા હતા.

જે ચેક રીટર્ન થતા આસ્થા હોસ્પિટલના વહીવટકર્તાએ નોટીસ આપતા રૂા. ૩૦,૦૦૦/- રોકડા ચુકવી બાકીના ૫૦,૦૦૦/ નો નવો ચેક આપેલ જે ચેક પણ રીર્ટન થતા આ મામલે હોસ્પિટલકતૉએ પાટણની કોર્ટમાં ઘી નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ મુજબ ગુનો દાખલ કરાવતા કોર્ટે આરોપી સિધ્ધાર્થ બારોટને એક વર્ષની કેદ અને રૂા.૫૦ હજારનો દંડ ભરવા હુકમ કરેલ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસ ની કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, તા.૧૮/૭/૨૦૨૧ ના રોજ પાટણની આસ્થા કીડની હોસ્પિટલ એન્ડ સ્ટોન કલીનીકમાં પાટણની આસોપાલવ સોસાયટીમાં રહેતા સિધ્ધાર્થ જયંતિભાઈ બારોટે ડો.સુરેશભાઈ ઠકકર પાસે પોતાનું પથરીનું ઓપરેશન કરાવેલ. ઓપરેશનનો ખર્ચ રૂા.૮૦,૨૦૦/ થયેલ.જે ખચૅ પેટે દર્દીએ ઓપરેશન પેટે રૂા.૨૦૦/- રોકડા ચુકવી બાકીની રકમ રૂ.૮૦,૦૦૦/-નો ચેક સરદારગંજ બેંકનો આપેલ જે ચેક અપુરતા બેલેન્સના કારણે તે સમયે રીટર્ન થયેલ.

આ મામલે હોસ્પિટલના વહીવટકર્તા નારણભાઈ ઠકકરે કાયદેસરની નોટીસ આપી કોર્ટમાં કેસ દાખલ કરતા આરોપી સિધ્ધાર્થ બારોટે રૂા.૩૦,૦૦૦/- રોકડા ચુકવી બાકીના રૂા.૫૦,૦૦૦/-ની રકમનો આઈ ડી બી આઈ બેંક મહેસાણા શાખાનો ચેક આપેલ. આ ચેક પણ અપુરતા બેલેન્સના કારણે પરત ફરતા ફરીયાદી નારણભાઈ ઠકકરે લીગલ નોટીસ આપ્યા બાદ પાટણની કોર્ટમાં ગુનો દાખલ થતા ગત તા. ૧૪ / ૦૫ / ૨૦૨૪ ના રોજ પાટણની ત્રીજા એડી.સીની. સીવીલ જજ એડી.ચીફ.જયુ.મેજી.ની કોર્ટે આરોપી સિધ્ધાર્થ બારોટને તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ અને રૂા.૫૦,૦૦૦/-નો દંડ ફટકારી જો રૂ. ૫૦, ૦૦૦/- નો દંડ આરોપી ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરીયાદી ના વકીલ તરીકે એસ.બી.પટેલે ધારદાર દલીલો કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર પંથકના ખેડૂતો ને ખેતી માટેદિવસે વિજળી આપો : ડો. કિરીટ પટેલ..

પાટણના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી અને ઉજૉ મંત્રી ને પત્ર...

પાટણ નગરપાલિકા દ્વારા જૂના ગંજ બજાર ચોકમાં 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તિરંગાને લહેરાવી સલામી આપી. પાટણ...