google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા દ્રારા ભક્તિમય માહોલ મા સુંદરકાડ મહાપાઠ નું ભવ્ય પઠન કરાયું..

Date:

માનવ સત્સંગના વકતા ધવલ કુમારે સંગીત મય શૈલીમાં સુંદરકાંડ મહાપાઠ નું રસપાન કરાવ્યું..

જિલ્લા કલેકટર, પાલીકા પ્રમુખ સહિત હજારો રામ ભકતોએ સુંદરકાંડ મહાપાઠ મા સહિયોગી બન્યા..

પાટણ તા.4
પાટણ શહેરમાં અવાર નવાર સેવાકીય પ્રવૃત્તિઓ ની સાથે સાથે ધાર્મિક કાર્યક્રમોના ભક્તિ સભર માહોલમાં આયોજન કરતા ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા તા. 4 માચૅ શનિવારે સાંજે 7-00 કલાકે શહેરના પ્રગતિ મેદાન ખાતે ભક્તિ સભર માહોલ મા સુંદરકાંડ મહાપાઠ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ સુંદરકાડ મહાપાઠ ની શુભ શરૂઆતમાં માનવ સતસંગના વકતા ધવલ કુમાર, જિલ્લા કલેકટર સુપ્રિતસિગ ગુલાટી, પાટણ નગર પાલીકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા ના પરિવારજનોએ દીપ પ્રાગટ્ય કયુઁ હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવો તેમજ યજમાન પરિવારનું ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પરિવાર દ્રારા કુમકુમ તિલક કરી શાલ અને હનુમાનજી મહારાજ ની પ્રતિમા અપૅણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સંગીતમય શૈલીમાં માનવ સત્સંગ ના વકતા ધવલ કુમાર અને તેમના કલાવૃદ દ્રારા સુંદર કાડ મહાપાઠ નું રસપાન કરાવી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રામભકતો સહિત ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પરિવાર ના સભ્યોને મંત્રમુગ્ધ કયૉ હતાં.

માનસ સત્સંગના વક્તા શ્રી ધવલકુમારજી ના સુમધુર કંઠે આયોજિત આ સુંદર કાડ મહાપાઠ ના પવિત્ર પ્રસંગને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ ના પ્રમુખ શિરિષ પટેલ, મંત્રી કમલેશ પ્રજાપતિ, સંયોજક જિગ્નેશ ઠકકર, સહ સંયોજક ઘનશ્યામ ત્રિવેદી,ભાગૅવ ચોકસી સહિત સંકલન સમિતિ ના જયેશભાઈ પટેલ, કમલભાઈ ચંદારાણા, મોનલબેન ચંદારાણા,કિશોરભાઈ મહેશ્વરી, નિરંજનભાઈ પટેલ, વ્યવસ્થા કમીટી ના સભ્યો સહિત ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પિતા સમાન કાકાને કાંધ આપી અંતિમ સંસ્કાર કરતી ડો.જાનકી પંડ્યા..

પાટણ તા. ૧૬પાટણ જિલ્લાના એક ખાનગી ન્યૂઝ ચેનલમાં જિલ્લા...

પાટણ જાયન્ટ્સના પૂર્વ પ્રમુખે પોતાની સ્વૅગસ્થ પત્ની ના જન્મ દિન પ્રસંગે જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કયૉ..

પાટણ જાયન્ટ્સના પૂર્વ પ્રમુખે પોતાની સ્વૅગસ્થ પત્ની ના જન્મ દિન પ્રસંગે જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કયૉ.. ~ #369News