ધણા સમયથી પેટના દુખાવા ની પીડા ભોગવતી મહિલા દર્દ મુક્ત બનતા તબીબ સહિત સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો..
પાટણ તા. 14 મેડિકલ ક્ષેત્રે ગર્ભાશયના ટાંકા વગરના ઓપરેશનની માસ્ટરી ધરાવતા અને પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગાયનેકોલો જીસ્ટ તરીકે આગવી ઓળખ ઉભી કરી અનેક એવોર્ડ મેળવનાર પાટણની અવની હોસ્પિટલના ગાયનેક તબીબ ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા મહિલાઓને લગતી ગંભીર પ્રકારની સમસ્યાઓની સર્જરીઓ કરીને અનેક મહિલા દર્દીઓને નવજીવન બક્ષ્યા છે.
ત્યારે બુધવારે ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા છેલ્લા ઘણા સમયથી પેટના દુખાવાની ફરિયાદ અનુભવતી અને પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા 43 વર્ષીય વીણા બેન નાઈ નામની મહિલા ની સફળ સજૅરી કરી અંદાજિત 4 કિલો અને 800 ગ્રામ વજનની ગર્ભાશયની ફાઈબ્રોડ ની ગાંઠ કાઢી મહિલા ને દદૅ મુકત બનાવતાં મહિલા સહિત તેમના પરિવારજનોએ ડોકટર વ્યોમેશ શાહ અને તેમની અવની હોસ્પિટલ ના સ્ટાફ પરિવાર નો આભાર વ્યકત કર્યો હતો. મેડિકલ નગરી તરીકે પાટણ શહેરે આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે પાટણ શહેરમાં અનેક તબીબો દ્વારા અસંભવ સર્જરીઓને સંભવિત બનાવી અનેક દર્દીઓને નવજીવન બક્ષ્યા છે.
ત્યારે ગાયનેકોલોજિસ્ટ તરીકે પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશ દુનિયામાં ટાકા વગરના ગર્ભાશયના ઓપરેશનની આગવી ટેકનીક વિકસાવનાર અવની હોસ્પિટલ ના ગાયનેક તબીબ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેલ ડો.વ્યોમેશ શાહ પાસે બુધવારે વિઝીટ માટે આવેલ પાટણની નંદનવન સોસાયટીમાં રહેતી અને વારાહી ખાતે ફરજ બજાવતા નાયી વીણાબેન રસીકભાઇ ઉ. વ. 43 ને છેલ્લા કેટલાક સમયથી ગભૉસય ના ભાગે દુખાવાની તકલીફ હોય ડોકટર દ્રારા જરૂરી રિપોર્ટ સાથે તેઓની સોનોગ્રાફી કરાવતા મહિલાને ગભૉસયની ફાઇબ્રોડ ની ગાંઠ હોવાનું જણાતાં પરિવારજનોની સંમતિથી ડો.વ્યોમેશ શાહે તેઓની સફળ સજૅરી કરી અંદાજીત 4 કિલો 800 ગ્રામ વજનની ગાઢ કાઢી મહિલા ને દદૅ મુક્ત કરવામાં આવી હતી. ઓપરેશન સમયે એનેસ્થેસિયા ડો. અંબાલાલ પટેલ સહિત અવની હોસ્પિટલ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.ધણા સમયથી પેટ અને ગભૉશય ના ભાગમાં દુખાવાની પીડા ભોગવી રહેલ મહિલા ની ડોકટર વ્યોમેશ શાહ દ્વારા સફળ સજૅરી કરી દદૅ મુકત બનાવતાં મહિલા દર્દી સહિત તેના પરિવારજનો એ ડોક્ટર તેમજ સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી