ચેરમેને પોતાના જન્મદિન પ્રસંગે પાંચ આંગણવાડીના બાળકોને બેસવા માટે શેતરંજીની ભેટ ધરી..
પાટણ તા. 13
સરસ્વતી તાલુકાના કાસા મુકામે તાજેતરમાં યોજાયેલ નારી સંમેલનના કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સેજલબેન દિલીભાઈ દેસાઈ ના જન્મદિવસ ની ઉજવણી ઉપસ્થિત મહાનુભાવોની સાથે સાથે આંગણવાડી ના ભુલકાઓની ઉપસ્થિતિમાં કેક કાપી ને કરવામાં આવી હતી.
સેજલબેન દેસાઈ એ પોતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે પાટણના સરદાર બાગ નજીકની પાંચ આંગણવાડી ના બાળકો ને બેસવા માટે ની શેતરંજી ની ભેટ અપૅણ કરી હતી.
ઉપરોક્ત આંગણવાડી મા સેજલબેન ની દિકરી પણ અન્ય બાળકોની જેમ આવતી હોવાથી નિત્ય સેજલબેન આ આંગણ
વાડી ની મુલાકાત લઈ આંગણવાડી સંચાલક બહેનોની સાથે સાથે ફરજ બજાવતી અન્ય બહેનો દ્વારા કરવામાં આવતી પૂવૅ પ્રાથમિક શિક્ષણ ની સાથે સાથે સરકારની વિવિધ યોજના લક્ષી કામગીરી થી વાકેફ હોય તેઓની કામગીરી ની સેજલબેન દેસાઈ દ્વારા મુકત મને પ્રશંસા કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સેજલબેન દેસાઈના જન્મદિવસની ઉજવણી
માં પાટણ જિ.પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, કેન્દ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય ડો. રાજુલબેન દેસાઈ, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, અગ્રણી સોહનજી વશરામભાઈ દરબાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,સરસ્વતી મામલતદાર રાણાવાસીયા, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ, કૈલાસબેન પટેલ,સહિત મોટી સંખ્યામાં બહેનો અને અધિકારીગણ સાથે આંગણવાડીના ભૂલકાઓ સહભાગી બન્યા હતા.