fbpx

પાટણના નવીન બની રહેલા આઇકોનિક બસ સ્ટેશનની મુલાકાત લેતા ડો.રાજુલ દેસાઈ..

Date:

અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી આઇકોનિક બસ સ્ટેશનની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે સૂચન કર્યા..

પાટણ તા. 17
છેલ્લા ધણા સમયથી પાટણ ખાતે બની રહેલ આધુનિક સુવિધાઓથી સજ્જ નવિન બસસ્ટેશનની ગોકળગતિએ ચાલતી કામગીરી ને લઇ અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે તો આ અધતન એસટી બસ સ્ટેન્ડ ની કામગીરી ઝડપથી પૂણૅ થાય તેવી માગ પાટણ ના નગરજનો સહિત વિસ્તારના વેપારીઓ મા ઉઠવા પામી છે. ત્યારે આ નવીન બસ સ્ટેન્ડ ની કામગીરી જાણવા શુક્રવારે રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્ય ડો.રાજુલ દેસાઈએ સ્થળ ની રૂબરૂ મુલાકાત લીધી હતી.


તેઓએ મુલાકાત દરમિયાન નવીન બસ સ્ટેન્ડ ના કામનું જાત નિરીક્ષણ કરી અધિકારી
ઓ સાથે ચર્ચા કરી આ નવીન બસ સ્ટેન્ડ સત્વરે અને નિયત સમય મર્યાદામાં પૂરું કરવા જરૂરી માર્ગદર્શન આપી સૂચન કર્યું હતું.રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો રાજુલ દેસાઈ ની મુલાકાત દરમિયાન તેઓની સાથે તેમના સમર્થકો અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિ.ના કા.રજિ.ડો.કે.કે.પટેલ કામના ભારણ થી થાકતા યુનિ.ના કા.રજિ.નો ચાર્જ ડે.રજિ.ને સોંપતા કા. કુલપતિ..

કા.રજિ.તરીકેનો વધારાનો ચાર્જ સંભાળતા ડે. રજિ. ને યુનિવર્સિટી સ્ટાફ...