જિ.પો.વડાને પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ ના સભ્ય નવીન પ્રજાપતિ એ લેખિત રજૂઆત કરી..
પાટણ તા. 16 છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શહેરના વાતાવરણને ડોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોય જેના કારણે રાત્રે ચા પાણી અને નાસ્તા ની લારીઓ ચલાવી પોતાના પરિવારજનોનું જીવન નિવૉહ ચલાવતા નાના વેપારીઓને તેનો ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે રાત્રી દરમ્યાન શહેરમાં વધી રહેલા અસામાજિક તત્વો ને ઝેર કરવા અને નાના વેપારીઓ પોતાનો રોજગાર નિશ્ચિત બની કરી શકે તે માટે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવામાં આવે તેવી લેખિત રજુઆત પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ ના સભ્ય અને પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી નવીન પ્રજાપતિ દ્રારા જિલ્લા પોલીસ વડા ને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસ વડા ને કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે પાટણ શહેર ઐતિહાસિક તેમજ સંસ્કારી નગરી તરીકે નામના ધરાવે છે, તેમજ જેટલા વ્યવસાય દિવસે ધમધમે છે તેટલા જ રોજગારો રાત્રી દરમિયાન ખાણી પીણી તથા ટી સ્ટોલ મા પણ ધબકે છે પરંતુ પાટણ શહેર એ ખૂબ જ નાના ઘેરાવામા વસતુ અને વિકસતુ નગર છે જ્યા ક્યાય પણ અસામાજિક તત્વૉ દ્વારા વાતાવરણ બગાડવાની વાત આવે ત્યારે તેની અસર નગર મા રાત્રી દરમિયાન નાનો મોટો ધંધો કરતા દરેક રોજગારીઓને પડતી હોય છે. જેના લીધે ” કરે કોઈ ને ભરે કૉઈ” ની વિમાસણ મા પોલીસ સપડાતી હોય છે ને એનો રોષ અને રાજકીય વરસાદ એ વહીવટી તંત્ર સુધી પહોંચતો હોય છે, તાજેતરમા પાટણ મા કોહિનૂર સિનેમા પાસે આવેલ ચા ની કીટલી પર અસામાજિક તત્વો એ રાત્રી ના સમયે આતંક મચાવ્યા ના સમાચાર વોટસએપ ગૃપમા આવતા આપને આ પત્ર દ્વારા જાણ કરુ છુ કે આ ઘટના ની તપાસ કરીને શાંત અને સંસ્કારી નગરી પાટણ ની શાંતિ ડહોળવાના તેમજ રાત્રી રોજગાર મેળવતા રોજમદાર ને ધંધાકીય અસર કરતા આવા અસામાજિક તત્વોને પકડવા ચક્રો ગતિમાન વેગવંતા બનાવવા તથા રાત્રી રોજગારી પર નભતા ધંધાર્થીઓને હાની ના પહોચે તે માટે રાત્રી પોલીસ પેટ્રોલીંગ સધન બનાવવા માટે આદેશ કરવા તેઓએ જિલ્લા પોલીસ વડા ને લેખિત રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી