google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રોટરી ડાયાબિટીક કલબ પાટણ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

Date:

પાટણ તા. 21
પાટણ રોટરી ડાયાબિટીસ ક્લબ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. આ પ્રસંગે પાટણના બહેરા મૂંગા શાળાના પ્રિન્સિપાલ ઘેમરભાઇ દેસાઈ, ગોપાલસિંહ રાજપુત, અશોકભાઈ મોદી, કિરીટભાઈ ગાંધી, નર્મદાબેન પટેલ, પ્રવીણ ભાઈ જોશી, ચીમનભાઈ ભાટિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પાટણ રોટરી ડાયાબિટીસ ક્લબના પ્રમુખ કે.સી આચાર્ય દ્વારા સૌનું સ્વાગત કરી સૌને નિશુલ્ક આયુર્વેદિક દંતમંજન નું વિતરણ કરવામાં આવ્યું હતુ. અને જે સભ્યોના જન્મદિવસ હતા તેઓને પણ આયુર્વેદિક ઔષધી આપવામાં આવી હતી.આ પ્રસંગે સંસ્થામાં યોગદાન આપનાર સર્વે મહેમાનોને સંસ્થા વતી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાન ઘેમરભાઈ દેસાઈએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને સંસ્થામાં આર્થિક સહયોગ પણ તેઓએ આપ્યો હતો.કાર્યક્રમનું સંચાલન નયલેશ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર દર્શન કિરીટભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગ પાટણ દ્વારા મેલડી માતા મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગ પાટણ દ્વારા મેલડી માતા મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો… ~ #369News

પાટણના આનંદ સરોવરને નયન રમ્ય બનાવવા પાલિકા દ્વારા પુનઃ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.

આનંદ સરોવરમાં જામેલી લીલ સ્વરૂપે ની ગંદકીને દૂર કરવા...