અકસ્માત સર્જી નાસી છૂટવાની પેરવી કરી રહેલા ટેલર ચાલકને ચાણસ્મા પોલીસે હાઇવે ચાર રસ્તા પરથી ઝડપી લીધો..
પાટણ તા. ૨૩
પાટણ જિલ્લાના ચાણસ્મા હારિજ હાઇવે રોડ પર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરુવારના રોજ ઉપરોક્ત માર્ગ પરથી બેફામ પણે ટ્રેલર હંકારી ને પસાર થતાં ટ્રેલર ચાલકે બાઇક ચાલક ને ટકકર મારતા બાઈક સવાર સહિત એક કીશોર નું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
તો કસ્માત સર્જીને ભાગવાની કોશિશ કરી રહેલા ટ્રેલર ચાલકને ચાણસ્મા ટ્રાફિક પોલીસે હાઇવે ચાર રસ્તા પરથી ઝડપી તેની સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ વાંચો : પાટણ કુણઘેર માર્ગ પર ટુ વ્હીલર ચાલક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાતા પાછળ આવી રહેલ ટેન્કર મહિલા પર ફરી વળતા મોત નીપજ્યું..
આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ ગુરૂવારના રોજ ચાણસ્મા થી હારીજ તરફ બાઈક પર જઈ રહેલા ઠાકોર જીગરજી સોમાજી ઉંમર વર્ષ 18 અને ઠાકોર મહેશજી સોમાજી ઉમર વર્ષ 14 ને માર્ગ પર થી ગફલત ભરી રીતે અને પૂર ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા બંને બાઈક સવારો રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ ના કારણે ઘટના સ્થળે જ બંનેના કરુણ મોત નીપજયા હતાં.
તો અકસ્માત સર્જીને ભાગવાની કોશિશ કરી રહેલા ટેલર ચાલકને ચાણસ્મા પોલીસે હાઇવે ચાર રસ્તા પરથી ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.
તો પોલીસે ઘટના સ્થળે દોડી આવી બંન્ને મૃતક યુવાનોની બોડીનું પંચનામું કરી ચાણસ્મા રેફરલ હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ રેફરલ હોસ્પિટલ માં દોડી આવતાં અને પરિવારના બન્ને યુવકોના મૃતદેહ ને જોઈ હૈયાફાટ રૂદન કરતાં વાતાવરણ માં ગમગીની છવાઈ જવા પામી હતી. અકસ્માતના બનાવવાની ચાણસ્મા પોલીસે ટેલર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.