google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ ઉપર થયેલા આતંકવાદી હુમલાને પાટણ વિહિપ અને બજરંગદળે વખોડયો..

Date:

પાટણ તા. ૧૨
તાજેતરમાં જમ્મુ કાશ્મીર માં હિન્દુ શ્રદ્ધાળુ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને સમગ્ર હિન્દુ સ્તાનીઓએ સખત શબ્દોમાં વખોડી હિન્દુ શ્રધ્ધાળુઓ ઉપર આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓને ઝેર કરવાની માગ કરવામાં આવી છે. ત્યારે આ આતંકવાદી હુમલા મામલે પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો, કાર્યકરોએ પણ આતંકવાદી હુમલાને વખોડી શહેરના ટીબી ત્રણ રસ્તે આતંકવાદી વિરોધ સૂત્રો ચ્ચાર કરી આતંક વાદી ના પૂતળાનું દહન કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આતંકવાદીઓને ઝેર કરી આતંકવાદને ખત્મ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ટીબી ત્રણ રસ્તા ખાતે આયોજિત આતંકવાદી ના પૂતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌએ આતંકવાદ વિરોધ સુત્રોચાર કરી આતંકવાદના પૂતળાનું દહન કરી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે ટીબી ત્રણ રસ્તા થી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ટેટ, ટાટ પાસ ઉમેદવારો દ્રારા જિલ્લા શિક્ષણાધિકારી ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ..

પાટણ તા. 27 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ,ટાટ પાસ...

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા..

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા.. ~ #369News