સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય નું સન્માન કરાયું..
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કરાતી સમાજલક્ષી પ્રવૃત્તિ નો ચિતાર રજૂ કરાયો..
પાટણ તા. 21
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાટણ શહેરમાંવસતા ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ નાં ઇષ્ટદેવ એકલીંગજી દાદા નો પાટોત્સવ સોમવારને ફાગણ વદ ચૌદસના પવિત્ર દિવસે પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા શ્રી એકલિગજી દાદા નાં પાટોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા લઘુરુદ્ર યજ્ઞના યજમાન પદે પ્રવિણાબેન વ્યાસ પરિવારે લ્હાવો લીધો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ શ્રી એક્લિંગજી દાદા ની સમૂહ આરતી સાથે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્ઞાતિજનોની સંયુક્ત મીટીંગ યોજવામાં આવેલ.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પાટણ જગદીશ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ નાં પ્રમુખ પિયુષભાઈ આચાર્ય નું હસમુખભાઈ ગોર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનનો પ્રત્યુતર આપતા પિયુષભાઈ આચાર્યએ બ્રહ્મ સમાજ નાં યુવાનો ,યુવતીઓના શૈક્ષણિક , નોકરી અને જીવનસાથી પસંદગી અને બ્રહ્મ સમાજ દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષ માટે ના કરેલ કામ અને હવે પછી થનાર કામની સુવિસ્તાર માહિતી આપી આજના લઘુરુદ્ર યજ્ઞના યજમાન પરિવાર પ્રવિણાબેન નું સન્માન જવનિકાબેન ગોર ના વરદ હસ્તે કરાવી આભારની લાગણી પ્રગટ કરી આગામી તારીખ 22મી એપ્રિલના રોજ જગદીશ મંદિર પરિસર ખાતે થી નિકળનારી ભગવાન શ્રી પરશુરામ ની યાત્રામાં તેમજ પરંપરાગત નીકળતી અષાઢી બીજની ભગવાન શ્રી જગન્નાથજી ની યાત્રામાં સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યુ હતું.
શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા શ્રી એકલિંગજી દાદા ના પાટોત્સવ પ્રસંગ ને સફળ બનાવવા સમાજના વડીલો,યુવાનો,ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પાર્થિવ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.