રજા દિવસોમાં રમાનાર આ ટુનૉમેન્ટ મા જુદી જુદી 15 શાળાના શિક્ષકો ની ટીમ ભાગ લેશે..
પાટણ તા. 23
ધારપુર મેડિકલ કૉલેજના ગ્રાઉન્ડ ખાતે રવિવારના રોજ શિક્ષકો માટે સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિના હેતુસર પાટણ જિલ્લા શિક્ષક ક્રિકેટ ગ્રુપ આયોજિત ટીચર્સ પ્રીમિયર લીગ-2023નો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ ટુનૉમેન્ટના પ્રારંભ પ્રસંગે જિલ્લા પ્રાથમિક અધિકારી નેહલભાઈ રાવલ, શૈક્ષિક મહાસંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ બાબુભાઇ દેસાઈ, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષકોની નાણાં ધીરનારી મંડળીના પ્રમુખ પ્રિતેશભાઈ, મહાસંઘના જિલ્લા અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોનું ટુનૉમેન્ટનાઆયોજકનિલેશભાઈ,જીતુભાઈ(ચાણસ્મા), બેચરભાઈ, પ્રવિણસિંહ, સાગરભાઈ, મનીષભાઈ તથા સમગ્ર ટીમે દ્રારા સ્વાગત સન્માન કરી આવકાયૉ હતા.
તો દરેક ટીમના કેપ્ટન તથા આશરે 150 જેટલા ખેલાડીઓએ ઉપસ્થિત મહાનુભાવો એ શુભેચ્છા પાઠવી હતી.
ટુર્નામેન્ટમાં સહયોગ આપનારા દાતાઓનું તેમજ જિલ્લાની3 અલગ-અલગ તાલુકા મંડળીઓનું પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાની કુલ 15 ટીમોએ ભાગ લીધો છે અને માત્ર રજાના દિવસે જ ટુનૉમેન્ટ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.
રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં ચાણસ્મા શિક્ષક ઈલેવન સામે સિદ્ધપુર શિક્ષક ઈલેવનનો વિજય થયો હતો, બીજી મેચમાં હારીજ ઈલેવન સામે સરસ્વતી ઈલેવનનો વિજય થયો જ્યારે ત્રીજી મેચમાં સમી ઈલેવન સામે પાટણ ઈલેવનનો વિજય થયો હતો. બાકીની મેચો હવે પછી આવતા રજાઓના દિવસે રમાડવામાં આવશે તેવું આયોજક ટીમ વતી જીગ્નેશ પટેલે જણાવ્યું હતુ.