સાયબર ક્રાઇમ સેલ અને એલસીબી ટીમે ઠગ ને ઝડપી રૂ. 20 હજાર રોકડ અને 1 મોબાઇલ મળી રૂ. 30 હજારનો મુદામાલ કબજે લીધો..
પાટણ તા. 23
પાટણ તેમજ અન્ય જીલ્લાના ખેડુતોને એન.જી.ઓ.સંસ્થા દ્વારા રાહત દરે કુંવારા,ટપક સીંચાઇ માટેના જરૂરી સંસાધનો આપવાની લાલચ આપી આશરે 157 જેટલા ખેડુતો સાથે કુલ રૂ.13,98,500 ની છેતરપીંડી આચરનાર આરોપીને ઝડપી લેવામાં પાટણ સાયબર ક્રાઇમ સેલ અને એલ.સી.બી.ટીમ ને સફળતા સાપડી છે.પાટણ જીલ્લામાં બનતા સાયબર ફ્રોડ છેતરપીંડી લગત બનાવોના ભેદ ઉકેલવા પાટણ પોલીસ ને સુચના કરેલ હોય જેને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી પીઆઈ આર.કે. અમીન તથા સાઈબર ક્રાઈમ સેલ પી આઈ આર.એમ. વસાવા પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ સ્ટાફના માણસો ઓફીસ ખાતે સાયબર હેલ્પલાઇન નંબર-1930(NCCRP પોર્ટલ) ઉપર આવતી સાયબર અરજીઓની તપાસમાં હતા દરમ્યાન એકનોલેજમેન્ટ નંબર-31101230007640 તા.21/01/2023 ના કામે અરજદાર નસરૂદીન મુસ્તુફા રાઠોડ રહે દુદખા તા.સમી જી.પાટણવાળાઓએ ઓનલાઇન કમ્પલેઇન કરેલ જેમાં આ કામનો સામાવાળો ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમા લઈ ખેતીવાડી માટે ફુવારા પધ્ધતિ તથા ટપક સીંચાઇ માટેના ટોટા(પાઇપો) તથા પાણીની ટાંકીઓ તથા કુંવારાનો સરસામાન એન.જી.ઓ. સંસ્થા તરફથી રાહત દરે આપવાનુ કહી ખેડુત ખાતેદારોના સર્વે નંબરના ઉતારા તેમજ આધાર-કાર્ડ જેવા ડોકયુમેન્ટ વોટસ એપ કરાવી ઓનલાઇન ફોર્મ ભરી દેવાનુ જણાવી રોકડ તથા QR CODE મારફતે ઓનલાઇન પેમેન્ટ કરાવી ફુવારાનો તેમજ ટપક સીંચાઇનો સર સામાન નહી આપી છેતરપીંડી કરતો હોઇ તેમજ અરજદારે સદર અરજી બાબતે સમી પો.સ્ટે પાર્ટ એ મુજબનો ગુનો રજી.કરાવેલ હોઇ જે ગુનાની ગંભીરતાથી ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સ આધારે તપાસ કરતા આ કામનો આરોપી પાટણ-હાંસાપુર ત્રણ રસ્તા નજીક ખેડુતોને મળવા સારૂ આવવાનો હોવાની હકીકત મળતા સદરી આરોપીને રોકડ રકમ રૂ. 20,000 તથા મોબાઈલ નંગ-1 કિં.રૂ.10,000 એમ મળી કુલ કિ.રૂ.30,000/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે ખાતે સોપેલ છે.
પકડાયેલ આરોપીએ પોતાનું નામ સુરેશ અરજણભાઇ હમીરભાઇ ભરડા ઉ.વ.33 રહે.વાડી વિસ્તાર ગામ-ખેરા તા.માળીયાહાટીના જી.જુનાગઢ હોવાનું જણાવ્યું હતું.
અને ગુન્હો કરવાની પોતાની મોડસ ઓપરેન્ડી વિશે તેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તે અલગ-અલગ જીલ્લાના ગામડાઓમાં રૂબરૂ જઈ તેમજ ફોન દ્વારા ખેડુતોને વિશ્વાસમાં લઈ ખેતીવાડી માટે કુંવારા પધ્ધતિ તથા ટપક સીંચાઇ માટેના ટોટા(પાઇપો) તથા પાણીની ટાંકીઓ તથા કુંવારાનો સર સામાન એન.જી.ઓ સંસ્થા તરફથી રાહત દરે આપવાનું કહી ખેડુત ખાતેદારોના સર્વે નંબરના ઉતારા તેમજ આધારકાર્ડ જેવા ડોકયુમેન્ટ વોટસએપ કરાવી ઓનલાઇન ફોર્મ ભરી દેવાનું જણાવી રોકડ તથા QR CODE મારફતે ઓનલાઇન પેમેન્ટ અલગ અલગ વ્યકિતઓના ખાતામાં જમા કરાવી તે વ્યકિતઓ પાસેથી રોકડ રૂપિયા લઈ જઈને કુંવારાનો તેમજ ટપક સીંચાઇનો સર સામાન નહી આપી ખેડુતો સાથે છેતરપીંડી કરતો હોવાનું જણાવતા પોલીસે આગળ ની તજવીજ હાથ ધરી છે.