પાટણ તા. 23
22 મી માચૅ ના રોજ સમગ્ર દેશભરમાં વલ્ડૅ વોટર ડેની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમના આયોજન પણ કરવામાં આવ્યા હતા.
વિશ્વ જળ દિવસે પાટણ તાલુકાના મહેદપુર ગામે વોટર બજેટિંગ વિષય ઉપર ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું.અને ગ્રામજનો ને પાણીનું મહત્વ સમજાવ્યું હતું.
ખેડૂતો ખેતીમાં પાણી નો ઉપયોગ ઓછો કરી કેવી રીતે સારી ખેતી કરી શકાય તે બાબતે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં ગામના ખેડૂત રમેશજી ઠાકોર દ્વારા સરકારની ખેડુતલક્ષી યોજનાઓનો સવિશેષ ઉપયોગ કરી ખેતીમાં પણ સારી એવી ઉપજ મેળવી શકાતી હોવાનું જણાવ્યું હતું.