મહિલાઓ સહિત ગ્રામજનોએ પાણીના મામલે સૂત્રોચાર કર્યા..
પાટણ તા. 25
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના સાથલી ગામમાં લોકો ખેતી તેમજ પશુપાલન પર આધારિત છે.ઉનાળાની શરૂઆતમાં કાળ ઝાળ ગરમી પડવાની શરૂઆત થતાની સાથે સાથલી ગામમાં પાણીના પોકારો ઉઠવા છે.
સાથલી માં પાણી વિના લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. 15 દિવસે એક વાર પાણી આવતું હોઈ પાણી ની અછત ને લઇ મહિલા ઓને દૂર દૂર ખેતરો ખુંદી ને પાણી લાવવાની ફરજ પડી રહી છે.
ઉનાળાની શરૂઆત માં જ માણસ માટે પૂરતું પાણી નથી ત્યારે પશુઓની હાલત પણ કફોડી બનવા પામી છે. પાણી નું ટેન્કર લાવવા માટે પણ 700 રૂપિયા નો ખર્ચ કરવો પડે છે જે દરેક ને પોષાય તેમ નથી .ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના સાથલી ગામમાં લોકોને ઉનાળાની શરૂઆત માં જ પાણી ની સમસ્યા સજૉતા મહિલાઓ સહિત ગ્રામજનો દ્વારા આ વિસ્તાર માં નર્મદા ની કેનાલ બનાવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કયૉ હતા.