google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વાહન અકસ્માતનો ગુનો કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી..

Date:

પાટણ તા. 24
હારીજ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ વાહન અકસ્માત ના કેસના આરોપી ને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જીલ્લા પોલીસ વડા દ્રારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અકસ્માતના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે ના.પો.અધિક્ષક ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગના માર્ગદર્શન હેઠળ હારીજ પો.સ્ટે મા નોધાયેલ વાહન અકસ્માત ની ફરિયાદના આરોપીએ વરાણા ખોડીયાર માતાના મંદીર પાસે પોતાનુ મો.સા ગફલતભરી રીતે હંકારી આ કામના ફરીયાદીને ટક્કર મારી પગે ફેક્ચર કરી ઇજાઓ કરી નાશી જઇ ગુનો કરેલ હોઇ જે ગુનો આજદિન સુધી અનડીટેક્ટ રહેલ હોઇ જે ગુનાના કામે હારીજ પોલીસના માણસો દ્વારા આજુબાજુના આવેલ હોટેલ, પેટ્રોલ પંપના સી.સી.ટી.વી મેળવી અસ્માત કરનાર મો.સા ચાલક સચીનજી ગલાબજી ઠાકોર ઉ.વ.૧૯ રહે સજુપુરા (એકલારા) તા.સમી જી.પાટણ ને અકસ્માતમા વપરાયેલ મો.સા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગણતરીના કલાકોમાં ચોરીનાં બાઈક સાથે આરોપીને સિધ્ધપુર પોલીસે ઝડપી લીધો…

પાટણ તા. ૨૦સિધ્ધપુર પોલીસ મથકે નોંધાયેલ બાઈક ચોરીના અનડીટેક્ટ...