પાટણ તા. ૨૦
સિધ્ધપુર પોલીસ મથકે નોંધાયેલ બાઈક ચોરીના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના કલાક માજ સિધ્ધપુર પોલીસે ઉકેલ ચોરીના બાઈક સાથે આરોપી ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેઇકટ ગુન્હા શોધી કાઢવા કરેલ
સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યા તથા સિધ્ધપુર પીઆઈ જે.બી.આચાર્યની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પો.સ્ટે. મા તા. ૧૭ મી ના રોજ નોધાયેલ ખેતર માથી બાઇક ચોરીના અનડિટેકટ ગુનાને શોધી કાઢવા સિધ્ધપુર પોલીસ ટીમે ચક્રો ગતિમાન કરી હ્યુમન સોર્સીસ, સી.સી.ટી.વી. તથા ટેકનીકલ એનાલીંસીસની મદદથી ઉંડાણપુર્વક તપાસ કરતાં બાતમી હકિકત આધારે ખળી ચાર રસ્તા ખાતે તપાસમાં રહેતાં મો.સા.નં. જીજે.૨૪.એન.૬૭૧૫નું લઇ ખળી ચાર રસ્તા ખાતે આવતાં મહેન્દ્ર ઉર્ફે માહી હરીજી શંકરજી ઠાકોર ઉ.વ.૧૯ ધંધો અભ્યાસ રહે.વિશોળ ઠાકોરવાસ નહેર પાસે રબારીવાળો ઓટો તા.ઉંઝા જી.મહેસાણા મુળ રહે નોરતા તા.જી.પાટણ વાળા ને ઝડપી યુકિત પ્રયુકિતથી પુછતાં સદર બાઈક ચોરી કયૉ ની કબુલાત કરતા પોલીસે ચોરીના બાઈક સાથે બાઈક ચોરને ગણતરીના કલાકોમાં ઝડપી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી