પાટણ તા. 25
સરસ્વતી તાલુકાના અજીમાણા ગામમાં આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માં શુક્રવાર સાંજ્ર દર્શન કરવા માટે ગયેલા શિક્ષક નારણભાઈ સરતાનભાઇ દેસાઈ અને બળદેવભાઈ દેસાઇ ને શિવલિંગ પર ઉજ્જૈન મંદિર માં જોવા મળતો મોઢા નો આકાર દેખાતા તેઓ આશ્ચર્ય ચકિત બન્યાં હતાં અને સાક્ષાત અજીમણાના શિવ મંદિરમાં ઉજ્જૈનના શિવ મંદિર નો ચમત્કાર સજૉયો હોય જે બાબતે શિક્ષક દેસાઈ નારણભાઈ સરતાનભાઇ દ્વારા ગ્રામજનોને જણાવતાં અજીમણા ના સૌ લોકો ગામના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે ઉમટી પડ્યા હતાં અને શિવ લીગ પર ઉજ્જૈન ના શિવ આકારના મુખ ના દશૅન કરી ધન્યતા અનુભવી હતી..
અજીમણાના કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ પર ઉજ્જૈન ના મોઢા આકારના શિવ ઉભરી આવતાં લોકો દશૅન માટે ઉમટ્યા..
Date: