fbpx

પાટણના પ્રાચીન જૈન દેરાસરો માંથી પૌરાણિક મૂર્તિઓ અન્યત્ર ખસેડવાની ચાલતી હીલચાલ..

Date:

શ્રી વખારના પાડા શાન્તિ નાથ જૈન દેરાસરના ટ્રસ્ટ ની માલિકીની મૂર્તિઓ ટ્રસ્ટીઓ દ્રારા અન્યત્ર ખસેડવાની પેરવી સામે રહીશોની કલેકટરને રજુઆત..

પાટણ તા. 25
ઐતિહાસિક અને પૌરાણિક પાટનગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત પાટણ શહેરમા સંખ્યાબંધ જૈન દેરાસરો આવેલા છે. જેમાં બહુમૂલ્ય ધરાવતાં ભગવાન ની વિવિધ મૂર્તિઓ સ્થાપિત કરાયેલી છે. આવી મૂર્તિઓ અત્રેથી એક યા બીજા બહાને દૂરના શહેરોમાં લઇ નવીન નિર્માણ પામતા દેરાસરોમાં બિરાજમાન કરવાનો ઈરાદો વ્યક્ત કરી લઇ જવામાં આવતી હોય છે. અને બાદમાં આવી અલભ્ય મૂર્તિઓ બારોબાર વેચી મારવાના કિસ્સાઓ ભૂતકાળમાં બનવા પામેલા છે.

ત્યારે હાલમાં જ પાટણ શહેરના વખારના પાડામાં આવેલ શાન્તિનાથ જૈન દેરાસરમાં બિરાજમાન 700 વર્ષ જૂની અતિ પ્રાચીન મૂર્તિઓ અન્યત્ર ખસેડવાનો પેંતરો દેરાસર ના ટ્રસ્ટી મંડળ દ્રારા કરવામા આવી રહ્યો હોય જે બાબતે સ્થાનિક રહીશો ને જાણ થતાં તેઓ દ્વારા વિરોધ નોંધાવી આ મૂર્તિઓ ખસેડવા નહીં દેવા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખીતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના વખારના પાડા સ્થિત શાંતિનાથ ની પોળમાં ટ્રસ્ટ સંચાલિત જૈન દેરાસર આશરે 700 વર્ષ પહેલાં બનાવવામાં આવેલ છે.આ દેરાસર મા ભગવાન ચંદ્રપ્રભુ નાથજી ની મૂર્તિ તેમજ આશરે ત્રણ ઇંચ જેટલા નાના ભગવાન પરિવારની મૂર્તિઓ પણ જે તે સમયે સ્થાપિત કરવામાં આવી હતી.


આ દેરાસર જૈન વણિક પરિવારના વડવાઓએ ભગવાનમાં આસ્થા રાખી નિર્માણ કરેલ છે. ત્યારબાદ ઉતરોતર મહોલ્લાના જૈન શ્રાવકો ના પરિવારજનો દ્વારા આ દેરાસર ના ટ્રસ્ટી બનતા આવ્યા છે. અને પરંપરા અનુસાર જિનાલયમાં રહેલા ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે.


વખારના પાડાના રહીશોને જાણવા મળેલી માહિતી મુજબ હાલમાં કેટલાક ટ્રસ્ટીઓ અને બહારના જૈન સમાજ સિવાયના તત્વો દ્રારા આ જીનાલયની મૂર્તિઓને અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.કહેવાય છે કે સુરતના વેસુ ખાતે શ્રી વેસુ જૈન સંઘ દ્વારા બનતા નવા જિનાલયમાં પહેલા માળે મૂળનાયક તરીકે બિરાજમાન કરવા માટે અત્રેથી શ્રી ચંદ્રપ્રભુ સ્વામીજી ભગવાનની જે પ્રતિમા પરણોગત બિરાજમાન છે તે લઈ જવાની વિચારણા સાથે અન્ય ત્રણ ઇંચની નાની ધાતુની અને અન્ય બીજી પરમાત્માઓની મોટી પ્રતિમાઓના પરિવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને તેઓને બીજા દેરાસરોમાં બિરાજમાન કરવા જે વિનંતીઓ અને અરજીઓ આવી છે તેની ચર્ચા વિચારણા માટે ટ્રસ્ટી મંડળની મીટીંગ તા.22 માચૅ ના રોજ શ્રી સંઘના માનદમંત્રી સુનિલભાઇ શશીકાંત ઝવેરીના નિવાસ સ્થાને બેઠક મળી હતી અને આ મૂર્તિઓ અન્યત્ર ખસેડવા બાબતે ચચૉ વિચારણા કરવામાં આવી હતી.


ત્યારે પાટણના વખારના પાડામાં ટ્રસ્ટના દેરાસર માંથી જો એકવાર આ કિંમતી જણસરૂપ ભગવાનની મૂર્તિઓ ખસેડી અન્યત્ર લઇ જવામાં આવે તે પછી ટ્રસ્ટનો તેના ઉપર કોઇ અધિકાર રહેતો નથી અને આવી એન્ટીક મૂર્તિઓ પાછળથી કયાં વેચાઈ પણ જાય તેવી સંભાવનાઓ ધ્યાને રાખતાં આવું કૃત્ય ન થાય તે માટે એક ચોકીદારનું કામ કરતાં શહેરના જાણીતા ટેક્સ પ્રેક્ટિસનર શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિય દ્વારા જિલ્લા કલેકટરનું લેખીતમાં ધ્યાન દોરી આ પ્રવૃત્તિ સત્વરે અટકાવવા મહોલ્લાના પરિવારો વતી અનુરોધ કર્યો છે.
અને આ બાબતે તેઓ દ્વારા પોલીસતંત્ર, પુરાતત્વ વિભાગ, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતનાને પણ જાણ કરી આ પ્રાચીન મૂર્તિઓ અત્રેથી અન્યત્ર કયાંય પણ સ્થળાંતરિત નહીં કરવા દેવાની સૂચના આપવા અનુરોધ કર્યો હોવાનું તેઓએ જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ગુર્જરવાડામાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીના પવૅ નિમિત્તે કાનુડા રાસની બહેનોએ રમઝટ જમાવી..

પાટણ તા. ૨૭જન્માષ્ટમીના પર્વે સમગ્ર રાજ્યમાં અવિરત મેઘ વર્ષા...

પાટણ જીલ્લા ભાજપ દ્વારા ધારપુર મેડીકલ કોલેજ ખાતે કાર્યકર્તાઓ માટે CPR ટ્રેનિંગનું આયોજન કરાયું ..

પાટણ જીલ્લા ભાજપ દ્વારા ધારપુર મેડીકલ કોલેજ ખાતે કાર્યકર્તાઓ માટે CPR ટ્રેનિંગનું આયોજન કરાયું .. ~ #369News