google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાજકોટમાં કેન્દ્રના ક્લાસ વન અધિકારીને સીબીઆઈએ લાંચમાં ઝડપી લેતા કર્યો આપઘાત

Date:

રાજકોટના ક્લાસ વન અધિકારીએ ૯ લાખની લાંચ માંગી હતી પકડાઈ જતા બદનામી ના ડરથી પોતાની જ ઓફિસના ચોથા માળે થી જંપલાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવરીમલ બિશ્નોઇએ આજે સવારે ઓફિસની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. ગઈકાલે જ જવાલાલ બિસ્નોઇ સીબીઆઇના હાથે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સીબીઆઇની ટ્રેપ બાદ આખી રાત ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા લગાવાઈ રહી છે. ચોથે માળેથી ઝંપલાવતા તેને ગંભીર ઇજા થતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇને CBIની ટીમે એક ટ્રેપ ગોઠવીને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા. આ મામલે ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે જવરીમલ બિશ્નોઈને રૂપિયા પાંચ લાખ આપવા માટે ગયા હતા અને આ રકમ જવરીમલ બિશ્નોઇએ સ્વીકારી હતી. આ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપી લીધા હતા. જવરીમલ બિશ્નોઇ દ્વારા NOC આપવા માટે કુલ રૂપિયા નવ લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂપિયા પાંચ લાખ આપવા કીધુ હતું. આ વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સીબીઆઈમાં અરજી કરીને જાણ કરી હતી. આ મામલે સીબીઆઈએ ગુનો દાખલ કરી ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં જવરીમલ બિશ્નોઇ ફસાઈ ગયા હતા અને તેને ઝડપી લેવામાં આવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ..

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ.. ~ #369News

પાટણમાં ધોરણ 10 નું 62.17 ℅ પરિણામ આવ્યું : 66 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું..

પાટણમાં ધોરણ 10 નું 62.17 ℅ પરિણામ આવ્યું : 66 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું.. ~ #369News

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત ~ #369News

પદ્મશ્રી દીવાળીબેન ભીલ ની પૂણ્યતિથિ નિમીતે એક લવ્ય જન સેવા કેન્દ્ર પાટણ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો..

પદ્મશ્રી દીવાળીબેન ભીલ ની પૂણ્યતિથિ નિમીતે એક લવ્ય જન સેવા કેન્દ્ર પાટણ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો.. ~ #369News