google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

Date:

મોદી સરકાર દ્વારા દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ અને ખેડૂતો ઉપરાંત સરકારે પરિણીત મહિલાઓ માટે પણ યોજનાની જાહેરાત કરી છે. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં મહિલાને સરકાર તરફથી 6 હજાર રૂપિયા મળે છે. માત્ર પરિણીત મહિલાઓને જ આનો લાભ મળશે.

PM Matritva Vandana Yojana: મોદી સરકાર દ્વારા દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ અને ખેડૂતો ઉપરાંત સરકારે પરિણીત મહિલાઓ માટે પણ યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં મહિલાને સરકાર તરફથી 6 હજાર રૂપિયા મળે છે. માત્ર પરિણીત મહિલાઓને જ આનો લાભ મળશે.

આ સરકારી યોજનાનું નામ માતૃત્વ વંદના યોજના છે. જેમાં ગર્ભવતી મહિલાને સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવે છે. આ મદદ મહિલા અને તેના ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. દેશભરમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેઓ કોઈપણ પ્રકારની બીમારીનો ભોગ ન બને તેને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.

યોજનાની ખાસિયત

• ગર્ભવતી મહિલાની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ હોવી જોઈએ.
• આ સ્કીમમાં તમારે ઓફલાઈન જ અરજી કરવાની રહેશે.
• 6000 રૂપિયાને સરકાર મહિલાના એકાઉન્ટમાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરે છે.
• આ યોજનાની શરૂઆત 1 જાન્યુઆરી 2017ના રોજ થઈ હતી.

કેવી રીતે મળશે રૂપિયા ?

આ યોજનામાં પ્રથમ તબક્કામાં મહિલાઓને 1 હજાર રૂપિયા, બીજા તબક્કામાં 2 હજાર રૂપિયા અને ગર્ભવતી મહિલાઓને ત્રીજા તબક્કામાં 2 હજાર રૂપિયા આપવામાં આવે છે. સરકાર બાળકના જન્મ સમયે છેલ્લા બાકીના 1 હજાર રૂપિયા હોસ્પિટલમાં આપે છે.

હેલ્પલાઈન નંબર પર કરી શકાય છે સંપર્ક

કેન્દ્ર સરકાર તરફથી મળતી રકમ ગર્ભવતી મહિલાઓના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમને અરજીમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમે હેલ્પલાઈન નંબર 7998799804 પર સંપર્ક કરી શકો છો.

ઓફિશિયલ વેબસાઈટ ચેક કરો

તમે સત્તાવાર વેબસાઇટ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર પણ સંપર્ક કરી શકો છો. અહીં તમને આ યોજના વિશેની તમામ માહિતી મળશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની તપોવન સ્કૂલના ધો.૧ થી ધો.૮ ના બાળકો એ સાસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવાસની મજા માણી…

ઐઠોર ગણપતિ મંદિર, કાંકરિયા પ્રાણી અભ્યારણ્ય અને શૈક્ષણિક માહિતી...

કર્મભૂમિ સોસાયટી નજીક વરસાદી પાણી ના નિકાલ માટે બનાવેલ સ્ટ્રોંમ વોટર કુંડીઓ સામાન્ય વરસાદ મા ધોવાઈ..

કર્મભૂમિ સોસાયટી નજીક વરસાદી પાણી ના નિકાલ માટે બનાવેલ સ્ટ્રોંમ વોટર કુંડીઓ સામાન્ય વરસાદ મા ધોવાઈ.. ~ #369News