google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં કારનો મનપસંદ નંબર લેવા ચાલકે રૂ.1.62 લાખની બોલી લગાવી

Date:

1 વર્ષ માં પાટણ આરટીઓ કચેરીએ રૂ. 49,77,500 કમાણી કરી

પાટણ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન પ્રક્રિયા કરી હતી જેમાં તારીખ 1 એપ્રિલ 2022 થી 22 માર્ચ 2023 સુધી 1037 વાહન માલીકોએ સિલ્વર ગોલ્ડ નંબર પસંદ કરતા રૂ.49,77,500 જેટલી મોટી આવક કચેરી દ્વારા કરી છે.

કાર માલિક રવિરાજસિંહ પરમારે જીજે 24 એ.ક્યુ 1111 નંબર મનપસંદ હોવાથી ગોલ્ડનમાં બોલી લગાવીને રૂ.1.62 લાખ ની ચૂકવીને નંબર લીધો હતો ત્યારબાદ ટુ વ્હીલરમાં અન્ય એક વ્યક્તિએ મનપસંદ નંબર 0001 લેવા ગોલ્ડન માં રૂ.22000 ની બોલી લગાવી નંબર લીધો હતો જે સૌથી મોટી બોલી હતી તેમ પાટણ એઆરટીઓ જે.જે.ચૌધરીએ જણાવ્યું હતું.

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક સી.એન.એ. ફોર્મ ભરી દેવાનું રહેશે. વાહન માલિકએ ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરો પૈકી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પમેન્ટ પ્રક્રિયા પુર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે.

ઇ -ઓક્શનના બીડીંગના સમયગાળા દરમિયાન અરજદાર રૂ.1000ના ગુણાંકમાં બીડમાં વધારો કરી શકશે.ઈ-ઓક્શનમાં નિષ્ફળ ગયેલ અરજદારોએ પોતાના નાણાંની રીફંડની પ્રક્રિયા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પાટણનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મેળવવામાં સફળ થયેલ અરજદારઓએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-5 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ થયેથી પસંદગીના નંબરની ફી નું રીફંડ મળશે નહી તેવું આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યુ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં વધુ એક યુવાન નું ચાલુ નોકરીએ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું..

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં યુવાનો માં હાર્ટ એટેકના...

પાટણમાં 141મી રથયાત્રા નિમિત્તે શામળિયાની શહેર પરિક્રમા માં લાખો ભક્તો જોડાયા.

પાટણ તા. 21પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન...

પાટણ પ્રજાપતિ મહિલા સમિતિ દ્વારા સમાજની બહેનોને આત્મ નિર્ભર બનાવવા નિશુલ્ક બ્યુટી પાર્લર કોર્સનો પ્રારંભ કરાયો…

બ્યુટી પાર્લર કોર્સના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા કે.સી.પટેલે બહેનોને...

પાટણ નવા ગંજ બજાર સ્થિત શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ના પાટોત્સવ નિમિત્તે હવન કરાયો..

યજમાન પરિવાર સહિત ગંજ બજારના વેપારીઓએ દર્શન પ્રસાદનો લાભ...