google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં શૌયૅ સંધ્યાના કાર્યક્રમ મા દેશભક્તિ ગીત અને નૃત્યદ્વારા સ્વાગત કરનાર તપોવન શાળાનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ..

Date:

પાટણ તા. 25
શહીદ દિવસની સંધ્યાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓના સહયોગથી આયોજિત કરાયેલા શૌર્ય સંધ્યા ના સુંદર પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષ 2021-22 દરમિયાન દેશ માટે શહીદ થયેલા 16 શહીદ વીરોના પરિવારને સન્માનિત કરવાનો અદ્ભૂત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમ માં પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવજી,ડૉ.જયંતિભાઈ ભાડસિયા,ડૉ.રાજશેખાવત જેવા મહાનુભાવોની ખાસ ઉપસ્થિત વચ્ચે શહેર ની શિક્ષણક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર તપોવન સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિ ની થીમ ઉપર સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

જે બદલ પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન અને અન્ય સહિયોગી સંસ્થા દ્વારા તપોવન શાળાને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવતાં શાળા સંચાલક હાર્દિક રાવલ સહિત સમગ્ર શાળા પરિવારે ગૌરવ અનુભવી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન અને અન્ય સહિયોગી સંસ્થા નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાલીકા ની સ્વચ્છતા શાખા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ..

છીડીયા દરવાજા નજીક ની સોસાયટી વિસ્તારની ગંદકી ઉલેચી ઝાડી-...

સરસ્વતી તાલુકાનો કિશોરી મેળો અધાર સીએચસી સેન્ટર ખાતેયોજાયો…

સરકારની વિવિધ યોજના ની જાણકારી આપતાં વિવિધ સ્ટોલ ગોઠવવામાં...