સરકારની વિવિધ યોજના ની જાણકારી આપતાં વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા..
પાટણ તા. 13
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અધાર પીએચસી ખાતે શુક્રવારના રોજ બેટી બચાવો બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના હેઠળ સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ હેઠળ કિશોરી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.સરસ્વતી તાલુકા અધાર પીએચસી ખાતે આયોજિત કરાયેલા આ કિશોરી મેળાનો મુખ્ય ઉદેશ સમજાવતા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે કિશોરીને શિક્ષણ, પોષણ, બાળ લગ્ન, સલામતી અને દીકરી જન્મોત્સવ સુરક્ષા નો હોવાની સાથે આ યોજના નો વધુમાં વધુ કિશોરીઓ લાભ મેળવી શશકત,સુરક્ષિત અને સ્વનિર્ભર બને તેમ જણાવ્યું હતું.
આ કિશોરી મેળામાં ઉપસ્થિત સરસ્વતી તાલુકાની 15 થી 18 વષૅની કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ મેળામાં જુદા જુદા સરકારી યોજનાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં જેમાં આરોગ્ય, મહિલા બાળ કલ્યાણ, આઈટીઆઈ કોલેજ વાગડોદ, પોસ્ટ ઓફિસ, પોલીસ વિભાગ દ્વારા દિકરીઓને સ્વરક્ષણ મળી રહે તે માટે પોતાના IEC મટિરિયલ સાથે દિકરીઓને સુંદર માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું.
અઘાર ખાતે આયોજિત આ કિશોરી મેળામાં સરસ્વતી તાલુકા પ્રમુખ સીતાબેન,પા.જિ.ભાજપ મહામંત્રી ભાવેશ પટેલ, મામલતદાર રાણાવસીયા, ટીડીઓ લિમ્બાચિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ,તાલુકા હેલ્થ ઓફિસર ડો. મિતેષ ભાઈ, સીડીએચ ઓ હેતલ દુધરેજીયા, ઉર્મિલાબેન પટેલ, સરસ્વતી તાલુકાની મુખ્ય સેવિકા બહેનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી